________________
૧૦૨
જિનશાસનર જુદા જુદા વક્તાઓએ ગુરુદેવનાં જીવનકાર્યો ઉપર પ્રશંસાનાં પુષ્પ ચઢાવ્યાં અને આચાર્યશ્રીને ભવ્ય અંજલિ આપી નીચેનો ઠરાવ સર્વાનુમતે પસાર થયા :
જૈન સમાજના જયોતિર્ધર, સચ્ચારિત્રચૂડામણિ, પંજાબકેસરી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના ૨૦૧૦ ના ભાદરવા વદિ ૧૧ બુધવાર તા. ૨૨–૯–૧૪ના રોજ થયેલ સ્વર્ગારોહણથી ભારતને એક મહાન વિભૂતિની ખાટ પડી છે. તેઓશ્રીને ઉપદેશ સમગ્ર સમાજ તથા રાષ્ટ્રને માર્ગદર્શક બની રહેશે. કેવળણીના ક્ષેત્રમાં તેઓશ્રીએ અનેક સંસ્થાઓ દ્વારા અદ્વિતીય કાર્ય કરી પ્રેરણા આપી છે. આપણે તેઓશ્રીના ઉપદેશના અનુગામી બનીએ એવી, શાસનદેવ પ્રત્યે આ સભા પ્રાર્થના કરે છે.”
કાળ કાળનું કામ કરે છે. ૮૪ વર્ષની અવિરત સેવા અને કાર્યપરાયણતા તેમ જ હજારો માઈલના પાદવિહાર, ગ્રામાનુગ્રામ પ્રેરણાત્મક પ્રવચને, સંઘ અને મંડળની એકતા માટેના પ્રયાસે, પ્રતિષ્ઠાએ, અંજનશલાકાઓ, જયંતી ઉત્સવ, બાળા-બાળકોના શિક્ષણ માટે જબર આંદોલન, મધ્યમવર્ગના ઉત્કર્ષ માટે પ્રતિજ્ઞાઓ, તપસ્વી જીવન, જ્ઞાન, ધ્યાન, નિદિધ્યાસન, આત્મદષ્ટિ અને આત્મશાંતિ તથા પ્રજવલિત ઉચ્ચ આત્મા, ગુરુદેવના સાચા સંદેશવાહક અને હજારો લાખના તારણહાર, પંજાબના રાહબર પિતાનું જીવનકાર્ય પૂરું કરી ચાલ્યા ગયા. ગુરુભક્તો, સમાજના ઘડવૈયાએ, સમાજસેવકે, શિક્ષણ--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org