________________
૧૦૦
જિનશાસનના
ની લહેર લહેરાણ. આ ભવ્ય સ્મશાનયાત્રાનું દશ્ય જોવા રસ્તે રસ્તે હજારો માણસ ઊભા હતા. દુકાને, હવેલીઓ, માળાઓ, અગાશીઓમાં ભાઈઓ-બહેને દર્શનાર્થ ઊભા હતાં. બધાં ગુરુદેવને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં.
આ સ્મશાનયાત્રા પાયધૂની, ઝવેરી બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી થઈને સાંજના ચાર વાગ્યે ભાયખલા. મોતીશા લેનના મોતીશા પાર્કમાં આવી પહોંચી. લાખની માનવમેદની અતિમ દર્શન માટે ઊમટી પડી હતી. બધા ગમગીન હતા.
લાખના લાડીલા ગુરુદેવનો અગ્નિદાહ નિહાળવાને તથા ગુરુદેવનાં અંતિમ દર્શન ધરાઈ ધરાઈને કરી લેવા માનવમેદની જામી પડી હતી.
સાંજે ૫–૧૫ વાગ્યે ચંદનની ચિતા રચાઈ. આચાર્ય-- શ્રીના દેહને ચંદનની ચિતા ઉપર પધરાવવામાં આવ્યે. હજારે આંખેમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી.
ગુરુદેવનું મુખારવિંદ આ વખતે પણ સ્મિત રેલાવતું હતું તેમ જ તેજનાં કિરણે પ્રકાશિત થઈ રહ્યાં હતાં. આચાર્યશ્રીના અનન્ય ગુરુભક્ત શેઠશ્રી સાકરચંદ મેતી, લાલ મૂળજીએ રૂા. ૨૧૦૦૧ એકવીસ હજાર એકની બેલીથી આચાર્યદેવને અગ્નિસંસ્કાર કર્યો. ચિતા ભડભડ બળવા લાગી. દિવ્ય જાતિમાં જીત મળી ગઈ.
ધન્ય ગુરુદેવ, ધન્ય મુંબઈ! ધન્ય ચારિત્ર્ય, ધન્ય કલ્યાણભાવના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org