________________
જિનશાસનરત્ન
૯૭
લાલ કોરા, શેઠ નગીનદાસ કરમચંદ સંઘવી, શ્રી ઉદયભાણજી પ્રેમચંદજી, શેઠ ચન્દનમલજી કસ્તુરચંદજી, શેઠ ચંદનમલજી લાલચંદજી, શેઠ મગનલાલ મૂલચંદ, શેઠ દીપચંદજી જીજમલજી, શેઠ રતનચંદ ચુનીલાલ દાલીયા, શેઠ શાન્તિલાલ મગનલાલ, શેઠ જેશીંગભાઈ લલુભાઈ, શેઠ દીપચંદ ચોકસી, શેઠ જગજીવનદાસ શિવલાલ, શેઠ રમણલાલભાઈ, શ્રી ખીમજી હેમરાજ છેડા, શ્રી જીવરાજ ભાણજી, શ્રી ડાહ્યાભાઈ હીરાલાલ શરાફ, શ્રી દીપચંદભાઈ, શ્રી પનાલાલ વેરા, શ્રી મુક્તિલાલ વીરવાડીયા, શ્રી મુક્તિલાલ મણિલાલ આદિ જૈન સમાજના મુખ્ય મુખ્ય આગેવાને આવ્યા હતા.
જૈન ભાઈ બહેને સિવાય આપશ્રીના અન્તિમ દર્શન નને માટે હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, ઈસાઈ વગેરે ભાઈએ પણ આવ્યા હતા. ધનિક, ગરીબ, નાના મોટા, અધિકારી, વ્યાપારી બધા ગુરુદેવના દર્શનથી પિતાને ભાગ્યશાળી માનતા હતા.
ગુરુવરના સન્માનમાં તે દિવસે શેરબજાર, સોનાચાંદી બજાર, ઝવેરીબજાર, એરંડાબજાર, રૂબજાર, દવાબજાર, કાપડબજાર, મસ્જિદબંદર માર્ગનાં બધાં બજાર તેમ જ શહેરનાં ઘણાંખરાં મુખ્ય બજારો બંધ રહ્યાં હતાં. મ્યુનિસિપલ કમિટીનું કાર્યાલય પણ બંધ રાખવામાં આવ્યું હતું.
મુંબઈ સિવાય પંજાબ, વડેદરા, અમદાવાદ, કલકત્તા, આગ્રા, સુરત, બેંગાર, પાલીતાણા, પાટણ આદિ નગરમાં પણ દુકાને, યેટલે, કારખાનાં આદિ બંધ રહ્યાના સમાચાર હતા. સર્વત્ર શોકની છાયા છવાઈ ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org