________________
જિનશાસનન જેમ આ સંસારના બધા ભેગવિલાસ અસ્થિર છે. આવા બાલબ્રહ્મચારી શ્રી કરુણાનિધિ પર જ્યારે યમરાજ દયા નથી, કરતે તે આપણી પાપીઓની તે શું હસ્તી ?
હવે કઈ ઔષધી, કોઈ ઉપાય સૂઝતું ન હતું. બધા ઈચ્છતા હતા કે ગુરુદેવ ન જાય, પાટ પર સુખમાં સૂતા રહે. અમૃતવર્ષા કરતા રહે, ભક્તને હર્ષાતા રહે, પરતુ મૃત્યરૂપી પિશાચિની અતિ ક્રૂર છે. તે તે ઉપવનનાં પ્રિય ફૂલેને પણ જલદી જલદી તોડી લે છે. તે તે ઈર્ષાથી ભરેલી આ માનવભૂમિની શેભાને નથી જોઈ શકતી.
છેવટે બધા વિવશ બેસી રહ્યા, દીપશિખા મંદમંદ પડવા લાગી. મારેમથી ૩૪ અહંમને વનિ નીકળી રહ્યો છે. વણજારો વ્યાપારની વસ્તુ સમેટી રહ્યો છે. સ્વર્ગનું દ્વાર ખૂલી રહ્યું છે. કેઈ મહાન આત્માના સ્વાગતની તૈયારીઓ થવા લાગી છે. અપ્સરાઓ આરતીને થાળ લઈને ઊભી રહી છે. પરંતુ પૃથ્વી પર ભાદરવા વદિ દશમીને દિવસે અમાવાસ્યા છવાઈ રહી છે, કોઈ મહાપ્રકાશ સૂર્યમંડળ તરફ જવાને લાગે છે. કોઈ મહાન ઋષિ સપ્તર્ષિએની નગરી તરફ પ્રસ્થાન કરવાવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org