________________
[ ૧૮ ]
પ્રભાવિક પુરુષા :
થાય છે. શેઠને પણ કપાળ જોતાં જ સમજાયુ` કે આ કાઇ પ્રતાપી પુરુષ છે. અટ આગ્રહ કરી સ્વગૃહે તેડી ગયા. આતિથ્ય સાચવવવામાં જરા પણ ખામી ન રાખી.
*
કુસુમ શેઠને પુષ્પવતી નામની એક રૂપલાવણ્યવતી, ઇંદ્રની અપ્સરાને પણ લાવે તેવી પુત્રી હતી. શ્રેણિકભૂપની પુત્રી સામશ્રી અને ગેાભદ્રશેઠની પુત્રી સુભદ્રા સહ તેણીને સખીપણા હતા. આ લલનાત્રિપુટીએ એવા નિશ્ચય કરેલા કે લગ્નગ્રંથીથી જોડાવું તા એક જ વરની સાથે જોડાવુ કે જેથી પરસ્પરના વિચાગ થવાના પ્રસંગ જ ન આવે.
પુષ્પવતીના નેત્રાએ જ્યારથી નવિન અતિથિના દર્શન કર્યાં ત્યારથી જ તેના અંતરમાં કેાઇ અગમ્ય આંદોલન ઉપસ્થિત થઇ ચૂક્યું. ચૈાવનાંગણમાં તાજી પ્રવેશનાર આળા પુષ્પવતી આ ભાવાને પૂર્ણ રીતે ઓળખી શકી નહી. સખીવૃંદમાં તેણીએ પેાતાની વ્યથા પ્રગટ કરી. રાજપુત્રી ને સુભદ્રા પણ કામદેવ સરખા રૂપવાળા કુંવરને જોતાં જ કામખાણુથી ઘવાયા ! દાસી મારફતે એ વાત વિડલાના કર્ણ પર પહોંચી. અતિથિ ધન્યકુમારને લલનાત્રિપુટીના સ્વીકાર કરવાના અતિ આગ્રહ થયા. આમ કુદરતી રીતે વૈભવને છેાડી જનાર ધન્યને પુન: એની પ્રાપ્તિ થઇ. રાજવીના જમાઈ થતાં કઇ વાતની ન્યૂનતા રહે ? સુંદર પ્રાસાદમાં વસવાટ અને પ્રતિદિન ત્રિયાત્રિપુટી સહ સંસારસુખ માણવામાં ધન્યકુમારના દિવસે। સરિતાના નીરસમ વહી જવા લાગ્યા.
એકદા ગવાહ્યે બેસી કુંવર દાતણ કરી રહેલ છે ત્યાં દૂરથી પેાતાના માતાપિતાને આવતાં જોયા. પાછળ ભાઈ તથા ભાભીઓને પણ નિહાળી. સર્વના દેહ પર દરિદ્રતા નાચી રહી હતી. મુખના ચહેરા પણ શુષ્ક બની ગયા હતા. પહેરવાના વસ્ત્રોનું પણ પૂરું ઠેકાણું નહાતું. આ દૃશ્ય જોઈ ધન્યકુંવર ઘડીભર મંત્રમુગ્ધ