________________
ધન્યશ્રેણી :
[૧૭] દ્વારમાં ઊભેલા ભાઈઓ કંજુસ શેઠનો સ્મશાનેથી અણાયેલ ખાટલો જોતાં જ ભભકી ઊઠ્યા. “આવી વસ્તુથી ઘર અપવિત્ર થશે” એમ પિકાર પાડી ધન્નાની પ્રજ્ઞા પર હસવા લાગ્યા. માબાપ પણ બે ઘડી જોઈ રહ્યા. ધન્નો કંઈ આ કથનથી અકળાય તે નહોતો. એ તો ખાટલો ઉપાડીને પહોંચ્યા અંદરના ચોકમાં ને ધડાક દેત જમીન પર પછાડ્યો. કુટુંબી જને સે એકઠા થઈ ગયા અને તેમની નજરે તરફ સોનામહોર પડેલી દેખાઈ. ભાભીએ તો નાના દિયર પર વારી જવા લાગી. માતાપિતાને હર્ષ થયા. માત્ર કેરડાના વૃક્ષ માફક ત્રણ ભ્રાતાના મુખ કરમાઈ ગયા. લાથી તેઓ શ્યામ પડી ગયા. નાના ભાઈ સાથે પરાભવ તેમને અસહ્ય થઈ પડ્યો. છૂપી રીતે તેઓ ધન્નાને હેરાન કરવાનો દાવ શોધવા લાગ્યા. ભાભી મારફતે આ વાત ધન્યના કાને પહોંચી. આવું કંઈ થાય તે પૂર્વે તે ધન્યકુમાર ગુપ્તપણે ત્યાંથી ચાલી નીકળે. જુદા જુદા સ્થાનોમાં ફરતાં ફરતાં એકદા મધ્યાહ્ન સમયે એક ખેતર નજીક આવી પહોંચ્યા. ખેડૂતે સુંદર મુખાકૃતિવાળા આ પુરુષને જોઈ પિતાની સાથે જમવાનું આમંત્રણ આપ્યું. ધન્યકુમારે હાથમાં હળ લઈ થોડો સમય ફેરવ્યું ત્યાં તે ક્ષેત્રમાંથી ધનને ચરુ નીકળ્યો. સુવર્ણથી ભરેલ આ કુંભ ખેડૂતે ધન્યના તકદીરનો ગણી તેને આપવા માંડ્યો, પણ આ પરોપકારપરાયણ કુમારે એમાંથી કેડી સરખી ન લેતાં તે તેને પી આગળ ચાલ્ય અને રાજગૃહીમાં આવી પહોંચ્યા. નગર બહારના એક સૂકાઈ ગયેલા ઉદ્યાનમાં પગ મૂકતાં જ તે નવપલ્લવિત બની ગયું. ખરું જ કહ્યું છે કે “પુન્યવાનના પગલામાં અદ્ધિ ભરી હોય છે.”
માળીદ્વારા આ ચમત્કૃતિ શ્રવણ કરી ઉદ્યાનનો માલિક કુસુમ શેઠ પણ ત્યાં શીધ્ર આવી પહોંચે. આકૃતિથી જ ગુણપરીક્ષા