Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમહાર
સાથે યોગ થયો નથી ? અર્થાત્ દરેક હેતુ સાથે યોગ થયો છે. છતાં સમ્યક્ત્વ ઉત્પન્ન થયું નથી, માટે એવો કોઈ પણ અન્ય હેતુ નથી કે જે સમ્યક્ત્વની ઉત્પત્તિમાં કારણ હોય.' હવે અહેતુક— હેતુ સિવાય જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે એ પક્ષનો સ્વીકાર કરવામાં આવે તો તે પણ અયુક્ત છે. કેમકે હેતુના અસ્વીકારમાં સર્વકાળે સર્વ સ્થળે અને સર્વ જીવોને સમ્યક્ત્વની ઉત્પત્તિનો પ્રસંગ આવે. કારણ કે જેની ઉત્પત્તિમાં કોઈ કારણ નથી તે અમુક ક્ષેત્રમાં અમુક કાળમાં કે અમુક પુરુષને થાય એ નિયમ જ હોતો નથી, પરંતુ ગમે તે કાળમાં ગમે તે ક્ષેત્રમાં કે ગમે તેવા આત્માને થાય એમ પ્રાપ્ત થાય છે. કારણ કે જે દેશ કાલાદિ નિમિત્ત રૂપે નથી તે નિયત થવા માટે એટલે કે અમુક દેશમાં કે અમુક કાળમાં જ થાય તેમ નિશ્ચિત રૂપે થવા માટે યોગ્ય પણ નથી, કારણ કે જો તે દેશકાલાદિમાં નિયત રૂપે થાય તો તે જ દેશકાળાદિ હેતુરૂપે થવાનો પ્રસંગ આવે. માટે અહેતુક પક્ષ ઘટી શકતો નથી. આ રીતે સમ્યક્ત્વની ઉત્પત્તિમાં હેતુરૂપે એક પણ પક્ષ ટકી શકતો નથી.
૨૩
ઉત્તર—તમે જે સહેતુક-સમ્યક્ત્વની ઉત્પત્તિમાં કોઈ હેતુ છે કે અહેતુક-સમ્યક્ત્વની ઉત્પત્તિમાં કોઈ હેતુ નથી ? એવા મુખ્ય જે બે પક્ષો કહ્યા તેમાંથી અહેતુક પક્ષને તો અમે સ્વીકારતા જ નહિ હોવાથી અમને કાંઈ ક્ષતિ-દોષ કરતો નથી. સહેતુક પક્ષનો તો અમે સ્વીકાર કરીએ છીએ જ. સહેતુક પક્ષ સંબંધે પણ સમ્યક્ત્વનો કયો હેતુ છે ? શું ભગવાન અરિહંતના બિંબની. પૂજા દર્શનાદિ હેતુ છે, અથવા પ્રવચનાર્થનું શ્રવણ હેતુ છે ઇત્યાદિ તમે જે કહ્યું તે પણ અભિપ્રાય નહિ સમજતા હોવાથી અયુક્ત છે. કારણ કે જિનેશ્વરોનાં વચનોના રહસ્યને સમજનાર ‘માત્ર ભવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિક જ સમ્યક્ત્વનું નિમિત્ત છે' એમ કહેતા નથી, પરંતુ સમ્યક્ત્વની ઉત્પત્તિનું પારમાર્થિક કારણ તથાભવ્યત્વરૂપ અનાદિ પારિણામિક ભાવ કે જે જીવનો સ્વભાવવિશેષ છે તે છે. અને બાકીના ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ તે તો સહકારિકારણ છે. માટે અહીં કંઈ દોષ નથી. તે આ પ્રમાણે એવા જ પ્રકારનો તે તે આત્માનો તથાભવ્યત્વરૂપ' અનાદિ પારિણામિક સ્વભાવવિશેષ છે કે જે વડે તે તે વિક્ષિત ક્ષેત્રમાં તે તે વિવક્ષિત કાળમાં અને તે તે પ્રતિનિયત ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ સહકારીકા૨ણ દ્વારા સમ્યક્ત્વનો લાભ થાય છે. કેટલાકને તથાપ્રકારના અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ નિમિત્ત વિના પણ સમ્યક્ત્વનો લાભ થાય છે. તથાભવ્યત્વ એ સાધ્યવ્યાધિ સમાન છે. જેમ કોઈ એક સાધ્યવ્યાધિ પોતાની મેળે જ શાંત થાય છે, અને કોઈ એક જ્યાં સુધી વૈદ્યના કહેવા પ્રમાણે ઉપચાર કરવામાં ન આવે ત્યાં સુધી શાંત થતો નથી, ઉપચાર કર્યા બાદ શાંત થાય છે, અથવા લાંબા કાળે સ્વયમેવ દૂર થાય છે. તેમ આ તથાભવ્યત્વ પણ કોઈક તો પોતાની મેળે જ પરિપક્વ થાય છે. જે વડે અરિહંતના બિંબની પૂજા દર્શનાદિક બાહ્ય નિમિત્તની અપેક્ષા સિવાય જ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અને કોઈક તો અરિહંતના બિંબની પૂજા, દર્શન; વિશિષ્ટ તપોલક્ષ્મીવાળા સાધુઓનું દર્શન, અથવા પ્રભુના વચનના શ્રવણરૂપ નિમિત્તોની અપેક્ષાએ પરિપક્વ થાય છે, અથવા ઘણે કાળ નિમિત્ત વિના જ
-
૧. પ્રત્યેક ભવ્યનું તે તે વિશેષ પ્રકારનું જે ભવ્યત્વ તેને તથાભવ્યત્વ કહેવામાં આવે છે. ૨. સાથે રહી જે કાર્ય ઉત્પન્ન કરે તે સહકારિ કારણ કહેવાય છે.