Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમવાર
૨૧
તથા કૈવલિક યથાખ્યાત પણ બે ભેદે છે–૧. સયોગી-કેવલી સંબંધી, ૨ અયોગીકેવલી સંબંધી. કહ્યું છે–છાઘસ્થિક અને કૈવલિક એમ બે ભેદે યથાખ્યાત કહ્યું છે. તે દરેકના બબ્બે ભેદ છે–તેમાં ક્ષયથી થયેલ, અને ઉપશમથી થયેલ એમ બે ભેદ પહેલા છાઘસ્થિકના છે, તથા સયોગીકેવળીનું અને અયોગીકેવળીનું એમ બે ભેદ કૈવલિક યથાખ્યાતના છે. આ પ્રમાણે સંક્ષેપે ચારિત્રનું સ્વરૂપ કહ્યું. તથા દેખવું તે દર્શન અથવા સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળી વસ્તુના વિષયમાં જાતિ, ગુણ, લિંગ, ક્રિયા સિવાય સામાન્ય માત્ર જે જ્ઞાન તે દર્શન. તે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. ચક્ષુર્દર્શન, ૨. અચક્ષુદર્શન, ૩. અવધિદર્શન, અને ૪. કેવળદર્શન. આ ચારેનું સ્વરૂપ ઉપયોગના અધિકારમાં પહેલાં જણાવ્યું છે ત્યાંથી જાણી લેવું. તથા, ‘તિશ્ય હ્નિધ્ય માત્મા વર્ષના સદ મનતિ નેશ્યા.' જે વડે આત્મા કર્મની સાથે લેવાય તે વેશ્યા કહેવાય. યોગાન્તર્ગત કૃષ્ણાદિ દ્રવ્યની મુખ્યતા વડે કૃષ્ણાદિ દ્રવ્યના યોગે થયેલ આત્માના જે શુભાશુભ પરિણામવિશેષ તે વેશ્યા કહેવાય છે. કહ્યું છે કે “કૃષ્ણાદિ દ્રવ્યોના પ્રધાનપણા વડે સ્ફટિક સરખા આત્માનો જે શુભાશુભ પરિણામ તેમાં આ વેશ્યા શબ્દ પ્રવર્તે છે. એટલે કે કૃષ્ણાદિ દ્રવ્યોના યોગે થયેલા શુભાશુભ પરિણામને લેશ્યા કહે છે. તે જ પ્રકારે છે–૧. કષ્ણલેશ્યા, ૨. નીલલેશ્યા, ૩. કાપોતલેશ્યા. ૪, તેજલેશ્યા, ૫. પાલેશ્યા. ૬. અને શુક્લલેશ્યા. કૃષ્ણાદિક વેશ્યાઓની યોગાન્તર્ગત–મન, વચન અને કાયાની વર્ગણાઓની અંતર્ગત અનંતી વર્ગણાઓ રહેલી છે, એમ જાણવું. કારણ કે યોગ સાથે તેઓનો અન્વય વ્યતિરેક સંબંધ જણાય છે, તે આ પ્રમાણે–જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી જ લેગ્યા છે, અને યોગના અભાવે અયોગી અવસ્થામાં હોતી નથી. આ પ્રમાણે વેશ્યાઓનો અન્વય વ્યતિરેક સંબંધ યોગની સાથે હોવાથી વેશ્યાઓ યોગાન્તર્ગત દ્રવ્યો છે એમ સમજવું. તથા તથા પ્રકારના અનાદિ પારિણામિક ભાવ વડે મોક્ષગમન યોગ્ય જે આત્મા તે ભવ્ય. અને તથા પ્રકારના પારિણામિક ભાવ વડે મોક્ષગમનને જે અયોગ્ય તે અભવ્ય. તે અહીં ભવ્યના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત અભવ્યનું પણ ગ્રહણ કરવાનું છે. સમ્યફ શબ્દ પ્રશંસા અથવા અવિરુદ્ધ અર્થમાં છે: સમ્યગુ જીવનો ભાવ-પરિણામ તે સમ્યક્ત. એટલે પ્રશસ્ત અથવા મોક્ષને અવિરોધી જે આત્માનો પરિણામવિશેષ તે સમ્યક્ત કહેવાય છે.
પ્રશ્ન-સમ્યક્ત કે જે આત્માનું સ્વરૂપ છે તે કોઈ હેત વડે પ્રાપ્ત થાય છે, કે હેતુ સિવાય પ્રાપ્ત થાય છે ? હેતુનો વિચાર કરતા કોઈ હેતુ ઘટી શકતો નથી. તે આ પ્રમાણે– સમ્યક્તનો કયો હેતુ છે ? ૧. શું અરિહંત ભગવાનના બિંબની પૂજા દર્શનાદિ હેતુ છે ? ૨. અથવા સિદ્ધાંતના અર્થનું શ્રવણ કરવું એ હેતુ છે ? ૩. કે આ બે સિવાય અન્ય હેતુ છે ? અહીં આ પ્રમાણે ત્રણ પક્ષ થઈ શકે છે. તેમાં પ્રથમ ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ સમ્યક્તના હેતુ નથી, કારણ કે અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ કરવા છતાં પણ સમ્યક્તની ઉત્પત્તિ થતી નથી. તે આ પ્રમાણે ભગવાન અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ કરવા છતાં પણ અભવ્યોને સમ્યક્ત ઉત્પત્તિ થતી નથી. માટે તે સમ્યત્ત્વનું કારણ નથી. જે છતાં જે ન થાય તે તેનું કારણ છે એમ બુદ્ધિમાન પુરુષો કહી શકે નહિ, કારણ કે કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિરૂપ અતિપ્રસંગ દોષની પ્રાપ્તિ થાય. વળી કદાચ એમ કહો કે ઉખરદેશમાં–ખારવાળી