Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમદ્વાર
૧૯
છે તે, અથવા એક તીર્થકરના તીર્થમાંથી અન્ય તીર્થંકરના તીર્થમાં જતા જેમકે-પાર્શ્વનાથ ભગવાનના તીર્થમાંથી વર્ધમાનસ્વામીના તીર્થમાં જતા સાધુઓ ચાર મહાવ્રત છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મનો સ્વીકાર કરે તે નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. અને મૂળ ગુણનો ઘાત કરનાર સાધુને ફરી જે વ્રતો ઉચ્ચરાવવાં તે સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર. શાસ્ત્રમાં કહ્યું છે કે–“નવદીક્ષિત શિષ્યને અથવા એક તીર્થમાંથી બીજા તીર્થમાં જતા સાધુઓને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે, અને મૂળ ગુણનો ઘાત કરનારને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હોય છે. બંને સ્થિત કલ્પમાં હોય છે જે તીર્થકરના તીર્થમાં ચાતુર્માસ અને પ્રતિક્રમણાદિ આચારો નિશ્ચિતરૂપે હોય એવો જે પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થનો કલ્પ તે સ્થિતકલ્પ કહેવાય છે. તથા પરિવાર એટલે તપવિશેષ, તપવિશેષ વડે ચારિત્રને આવરનારા કર્મની શુદ્ધિ જે ચારિત્રમાં થાય તે પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવાય છે. તે બે ભેદે છે–૧. નિર્વિશમાનક, ૨. અને નિર્વિષ્ટકાયિક, વિવક્ષિત ચારિત્રને તપસ્યાદિ કરવા વડે સેવનારા જેઓ હોય તે નિર્વિશમાનક કહેવાય છે, અને જે મુનિવરો તે ચારિત્રનું પાલન કરે છે તેઓના જેઓ પરિચારકો હોય તેઓ નિર્વિષ્ટકાયિક કહેવાય છે. આ પરિહારવિશુદ્ધિચારિત્ર પાલક અને પરિચારક વિના ગ્રહણ કરી શકાતું નહિ હોવાથી ઉપરોક્ત નામે ઓળખાય છે. આ ચારિત્ર ગ્રહણ કરનારનો નવ નવનો સમૂહ હોય છે. તેમાંના ચાર તપસ્યાદિ કરવા વડે ચારિત્રનું પાલન કરનારા, ચાર પરિચારક–વેયાવચ્ચ કરનારા, અને એક વાચનાચાર્ય થાય છે. જો કે આ ચારિત્રને ગ્રહણ કરનારા સઘળા શ્રુતાતિશયસંપન્ન હોય છે તોપણ તેઓનો આચાર હોવાથી એકને વાચનાચાર્ય તરીકે સ્થાપે છે. હવે નિર્વિશમાનકની તપસ્યાનો ક્રમ અન્ય શાસ્ત્રની ગાથાઓ દ્વારા બતાવે છે, તે આ પ્રમાણે– જ્ઞાની મહારાજે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ત્રણે ઋતુમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદે પરિહારવિશુદ્ધિચારિત્રનો તપ કહ્યો છે. ૧. ઉનાળામાં જઘન્ય એક, મધ્યમ બે, અને ઉત્કૃષ્ટ ત્રણ ઉપવાસ કરવાના કહ્યા છે. ૨. શિયાળામાં જઘન્ય બે, મધ્યમ ત્રણ, અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ અને ચોમાસામાં જઘન્ય ત્રણ, મધ્યમ ચાર, અને ઉત્કૃષ્ટ પાંચ ઉપવાસ કિરવાના કહ્યા છે. પારણે આયંબિલ કરવાનું કહ્યું છે. અને ભિક્ષાના સાત પ્રકારમાંથી પાંચ પ્રકારે ભિક્ષાનું ગ્રહણ હોય છે, અને તેમાંના બે પ્રકારમાં અભિગ્રહ ધારણ કરવાનો હોય છે. તથા વાચનાચાર્ય અને પરિચારકો હંમેશાં આયંબિલ કરે છે. અહીં પંરતુ હો તો, પહો' એ પદથી સામાન્યતઃ સાધુઓની આહારની એષણા એટલે આહાર ગ્રહણ કરવાના પ્રકાર સાત છે
જુઓ પ્રવચન સારોદ્ધાર પૃષ્ઠ ૨૧૫, ગા. ૭૩૯.
૧. છાશ કે ઘી આદિ ચીકણા પદાર્થ વડે હાથ કે પાત્ર ખરડાયેલા હોય તે ખરડાયેલા હાથ કે પાત્ર વડે જે ભિક્ષા ગ્રહણ કરવી તે સંસ્કૃષ્ટ ભિક્ષા. ૨. છાશ કે ઘી આદિ ચીકણા પદાર્થ વડે નહિ ખરડાયેલા હાથ કે પાત્ર વડે જે ભિક્ષા ગ્રહણ કરવી તે અસંતૃષ્ટ ભિક્ષા. ૩. તપેલી વગેરે મૂળ પાત્રમાંથી થાળી વગેરે બીજા પાત્રમાં કાઢેલું ભોજન ગ્રહણ કરવું તે ઉદ્ધત ભિક્ષા. ૪. લેપ એટલે ચીકાશ જેની અંદર નથી એવા નીરસ વાલ ચણા વગેરેને ગ્રહણ કરવા તે અથવા જે ગ્રહણ કરતાં પશ્ચાતુકર્મ આદિથી ઉત્પન્ન થયેલો કર્મને બંધ અલ્પ થાય તે અલ્પલેપિકા ભિક્ષા. ૫. ભોજનકાળ થાળી વગેરે પાત્રમાં કુર આદિ જે ભોજન ભોજન કરનારને પીરસ્યું હોય, તે પીરસેલા ભોજનમાંથી જે ગ્રહણ કરવું તે અવગૃહીત ભિક્ષા. ૬. ભોજનકાળે ભોજન કરવા ઇચ્છતા પુરુષને પીરસવા ઇચ્છતા કોઈ રસોઇયા વગેરેએ ચમચા વગેરેથી તપેલી વગેરે