Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૦
પંચસંગ્રહ-૧ એમ જણાવ્યું છે. તે આ પ્રમાણે–સંસૃષ્ટ, અસંસૃષ્ટ, ઉદ્ધત, અલ્પલંપિકા, અવગૃહીત, પ્રગૃહીત, અને સાતમી ઉજ્જિતધર્મા. એ સાત પ્રકારમાંથી પહેલા બે પ્રકારે ગચ્છનિર્ગત સાધુને આહારનું ગ્રહણ થતું નથી, પાંચ પ્રકારે થાય છે. તે પાંચમાંથી પણ એક વડે આહાર અને એક વડે પાણી એ પ્રમાણે બેમાં અભિગ્રહ હોય છે. “આ પ્રમાણે છ માસ પર્વત તપ કરીને નિર્વિશમાનક-તપ કરનારા અનુચર થાય છે, અને અનુચર તપ કરનાર થાય છે. એટલે કે અત્યાર સુધી જે મુનિ વેયાવચ્ચ કરતા હતા તેઓ હવે ઉપર કહ્યા પ્રમાણે તપસ્યા કરે છે, અને તપસ્યા કરનારા અનુચર થાય છે. આ અનુચર તથા વાચનાચાર્ય આયંબિલ કરે છે. આ પ્રમાણે વળી છ માસ તપ કરીને ત્યારપછી વાચનાચાર્ય તપસ્યા કરે છે. આઠમાંથી, એક વાચનાચાર્ય થાય છે, અને સાત વેયાવચ્ચ કરનારા થાય છે. આ પ્રમાણે આ પરિહારવિશુદ્ધિક કલ્પ અઢાર માસ પ્રમાણ કહ્યો છે. (આ અઢાર માસમાંથી દરેકને એક વરસના આયંબિલ અને છમાસ ઉપવાસને આંતરે આયંબિલ કરવાનું આવે છે.) આ પ્રમાણે અહીં સંક્ષેપમાં આ કલ્પનું વર્ણન કર્યું છે, વિશેષ વર્ણન પ્રજ્ઞાપનાદિ મોટા સૂત્રથી જાણવું. આ અઢાર માસ પ્રમાણ કલ્પ પૂર્ણ કરીને ફરી પણ આ જ પરિહાર-વિશુદ્ધિકલ્પનો સ્વીકાર કરે, અથવા જિનકલ્પનો સ્વીકાર કરે, અથવા ગચ્છમાં આવી શકે છે. આ ચારિત્રને સ્વીકાર કરનારા તીર્થંકર પાસે સ્વીકારે અથવા તીર્થંકર પરમાત્મા પાસે જેમણે આ ચારિત્રનો સ્વીકાર કર્યો છે તેઓની પાસે સ્વીકારે છે, પરંતુ અન્યની પાસે સ્વીકારે નહિ. એઓનું જે ચારિત્ર તે પરિહારવિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે.” તથા કિટિરૂપે કરાયેલ સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય જેની અંદર હોય તે સૂક્ષ્મ સંપરા ચારિત્ર. આ ચારિત્ર દશમે ગુણસ્થાનકે હોય છે. અહીં કિક્રિરૂપે કરાયેલ લોભનો જે અવશેષ ભાગ રહેલો છે, તેનો ઉદય હોય છે. તે વિશુદ્ધયમાનક અને સંકિલશ્યમાનક એમ બે ભેદે છે. તેમાં ક્ષપકશ્રેણિ અથવા ઉપશમશ્રેણિ ઉપર ચડતા વિશુદ્ધયમાનક હોય છે, કારણ કે ચડતા પરિણામવાળા હોય છે, અને ઉપશમશ્રેણિથી પડતા સંકિલશ્યમાનક હોય છે, કારણ કે પડતા પરિણામવાળા થાય છે. તથા અથાખ્યાત અહીં અથ શબ્દ યથાર્થ અર્થમાં અને આ અભિવિધિ-મર્યાદા અર્થમાં છે. યથાર્થપણે મર્યાદાપૂર્વક જે ખ્યાત એટલે અકષાયરૂપ ચારિત્ર કહ્યું છે, તે અથાખ્યાત કહેવાય છે. કહ્યું છે કે, “અથ શબ્દ યથાર્થ અર્થમાં અને આડુ અભિવિધિના અર્થમાં કહ્યો છે. આવા પ્રકારનું અકષાયરૂપ જે ચારિત્ર તે અથાખ્યાત અથવા યથાખ્યાત ચારિત્ર કહ્યું છે. અહીં યથાખ્યાત એ બીજું નામ છે, તેનો અન્વર્થ આ પ્રમાણે છે–જેમ સર્વ જીવલોકમાં અકષાય ચારિત્ર પ્રસિદ્ધ છે તે પ્રમાણે જે ચારિત્ર તે યથાખ્યાત. કષાયના ઉદય વિનાનું જે ચારિત્ર તે યથાખ્યાત કહેવાય છે. તે ચારિત્ર બે ભેદે છે. ૧. છાધસ્થિક, અને ૨. કૈવલિક. છાઘસ્થિક પણ બે પ્રકારે છે–૧. ક્ષાયિક, ૨. ઔપથમિક. તેમાં ચારિત્ર મોહનીયના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થયેલું ક્ષાયિક યથાખ્યાત બારમે ગુણસ્થાને. અને ચારિત્ર મોહના સર્વથા ઉપશમથી થયેલું ઔપશમિક યથાખ્યાત અગિયારમાં ગુણસ્થાને હોય છે.
પાત્રમાંથી ભોજન કાર્યું હોય પરંતુ પીરસ્યું ન હોય તેને જે ગ્રહણ કરવું અથવા ખાનારાએ પોતે જ પોતાના હાથ વડે પાત્રમાંથી ચમચા વગેરેથી કાઢેલા ભોજનને જે ગ્રહણ કરવું તે પ્રગાહીત ભિક્ષા. ૭, જે ભોજન ખરાબ આદિ હોવાને કારણે નાખી દેવા યોગ્ય હોય અને જે ભોજનને બ્રાહ્મણાદિ પણ લેવા ન ઇચ્છતા હોય તે ભોજનને અથવા અર્ધા છોડેલા ભોજનને ગ્રહણ કરવું તે ઉતિધર્મો ભિક્ષા.