Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૧૮
પંચસંગ્રહ-૧ ચારિત્ર તે યાવત્રુથિક. તે ભારત અને ઐરાવતક્ષેત્રના વચલા બાવીસ તીર્થકરના તીર્થમાં રહેલા , સાધુઓનું, અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોના તીર્થમાં રહેલા સાધુઓનું સમજવું. કારણ કે તેઓના ચારિત્રની ઉત્થાપના થતી નથી એટલે કે તેઓને વડી દીક્ષા આપવામાં આવતી નથી, શરૂઆતથી જ તેઓને ચાર મહાવ્રતો ઉચ્ચરાવવામાં આવે છે, અને માવજીવ પર્યત નિરતિચારપણે તેનું પાલન કરે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “સામાન્યથી સઘળાં ચારિત્રો સામાયિકરૂપ જ છે, પરંતુ છેદ આદિ વિશિષ્ટ ક્રિયાઓ વડે અર્થ અને નામથી જુદા પડે છે. અને કોઈપણ જાતની વિશેષતા વિનાનું પહેલું ચારિત્ર સામાયિક એવી સામાન્ય સંજ્ઞામાં જ રહે છે. ૧. સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ સામાયિક ચારિત્ર છે. તે બે પ્રકારે છે–૧. ઇવર, ૨. થાવત્રુથિક. તેમાં પહેલા અને છેલ્લા તીર્થકરોના તીર્થમાં મહાવ્રતોનું આરોપણ કર્યા વિનાના નવદીક્ષિત શિષ્યને વડી દીક્ષા આપતાં પહેલાં અલ્પકાળ માટે જે આપવામાં આવે તે પહેલું ઇવર સામાયિક ચારિત્ર. અને વચલા બાવીસ તીર્થકર અને મહાવિદેહક્ષેત્રના તીર્થકરોના તીર્થના સાધુઓને દીક્ષાની શરૂઆતથી તે મરણ પર્વતનું જે ચારિત્ર આપવામાં આવે તે યાવત્કથિક સામાયિક ચારિત્ર છે.” ૨-૩'
. ( પ્રશ્ન–ચારિત્ર ગ્રહણ કરનારાએ ઇત્વર સામાયિક પણ “હે ભગવન્ માવજીવપર્યંત સામાયિક કરું છું એ પ્રમાણે જેટલું પોતાનું આયુષ્ય છે તેટલા કાળ માટે ગ્રહણ કર્યું છે, તો વડીદીક્ષા લેતાં પૂર્વનું સામાયિકચારિત્ર છોડતાં પોતે જે યાવજીવપર્વતની પ્રતિજ્ઞા કરી છે તેનો લોપ કેમ ન થાય ?
ઉત્તર–પહેલાં જ અમે કહ્યું છે કે સઘળાં ચારિત્રો સામાન્ય સ્વરૂપે તો સામાયિકરૂપ જ છે, કારણ કે દરેક ચારિત્રમાં સંપૂર્ણ પાપવ્યાપારના ત્યાગનો સદ્ભાવ છે. માત્ર છેદ આદિ વિશુદ્ધિ વિશેષ વડે જ વિશેષતાને પ્રાપ્ત થતું શબ્દ અને અર્થ વડે ભિન્નતા ધારણ કરે છે. તેથી જેમ યાવસ્કથિક સામાયિક અથવા છેદોપસ્થાપની ચારિત્ર ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વિશેષરૂપ સૂક્ષ્મસંપરાયાદિ ચારિત્ર પ્રાપ્ત થતાં ભાંગતા નથી, તેમ ઇવર સામાયિક પણ વિશુદ્ધિ વિશેષરૂપ છેદોપસ્થાપની ચારિત્ર પ્રાપ્ત થતાં ભાંગતું નથી. જો દીક્ષા છોડી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે તો જ ભંગ થાય છે. પરંતુ સામાયિક ચારિત્રની જ વિશેષ વિશુદ્ધિરૂપ છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થતાં ભાંગતું નથી. કહ્યું છે કે –“વ્રતોને છોડી દેતાં ચારિત્રનો ભંગ થાય છે, પરંતુ જે ચારિત્ર પહેલાના ચારિત્રને વિશેષ શુદ્ધ કરે છે, નામમાત્રથી જ જુદું છે, તેનાથી ભંગ કેમ થાય ? અર્થાત્ સૂક્ષ્મસંપાયાદિ પ્રાપ્ત થતાં જેમ છેદોપસ્થાપનીયાદિનો ભંગ થતો નથી. તેમ છેદોપસ્થાપનીય પ્રાપ્ત થતાં ઇવર સામાયિક ચારિત્રનો પણ ભંગ ન થાય.' તથા જે ચારિત્રમાં પૂર્વ પર્યાયનો છેદ અને મહાવ્રતોમાં સ્થાપન કરવાનું હોય તે છેદોપસ્થાપનીય ચારિત્ર. ગુરુ જ્યારે નાની દીક્ષા આપે છે ત્યારે માત્ર કરેમિ ભંતે ઉચ્ચરાવે છે, ત્યારપછી યોગોદ્વહન કર્યા બાદ વડી દીક્ષા આપે છે અને તે વખતે પાંચ મહાવ્રતો ઉચ્ચરાવે છે. જે દિવસે વડી દીક્ષા લે છે, તે દિવસથી દીક્ષાના વરસની શરૂઆત થાય છે, અને પૂર્વનો દીક્ષા પર્યાય કપાઈ જાય છે. આ વડી દીક્ષા છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તે બે પ્રકારે છે–૧. સાતિચાર, ૨. અને નિરતિચાર. તેમાં ઇત્વર સામાયિકવાળા નવદીક્ષિત શિષ્યને જે પાંચ મહાવ્રતોનું આરોપણ થાય છે—જે વડી દીક્ષા અપાય