Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પ્રથમકાર
શબ્દાર્થનું નિરૂપણ કર્યું છે તે જ્ઞાન કહેવાય છે. જ્ઞાનના પ્રહણ વડે તેના પ્રતિપક્ષભૂત અજ્ઞાનનું પણ ગ્રહણ છે. તે જ્ઞાનના પાંચ ભેદ અને અજ્ઞાનના ત્રણ ભેદ એમ આઠે ભેદનું સ્વરૂપ પહેલાં વિસ્તારપૂર્વક કહ્યું છે. તથા “સંયમ સંયમ: સગપુપરમ: વારિત્રમત્યર્થ:' સંયમ એટલે ત્યાગ. સમ્યગ્ પ્રકારે વિરમવું–શ્રદ્ધા અને જ્ઞાનપૂર્વક સર્વથા પાપવ્યાપારનો ત્યાગ કરવો તે સંયમ અથવા ચારિત્ર કહેવાય છે. તે પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે–૧. સામાયિકચારિત્ર, ૨. છેદોપસ્થાપનીય ચારિત્ર, ૩. પરિહાર વિશુદ્ધિક ચારિત્ર, ૪. સૂક્ષ્મસંપરાય ચારિત્ર, અને ૫. યથાખ્યાત ચારિત્ર, સંયમના ગ્રહણથી તેના પ્રતિપક્ષભૂત દેશસંયમ અને અસંયમનું પણ ગ્રહણ છે. તેમાં સમાય એટલે રાગ અને દ્વેષના રહિતપણા વડે આત્મસ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી વિભાવદશામાંથી સ્વભાવમાં આવવું–અંતર્મુખ દૃષ્ટિ થવી તે. આ સમાય અન્ય સાધુઓની ક્રિયાઓનું પણ ઉપલક્ષણ છે એટલે કે આ સમાય દ્વારા અન્ય સાધુઓની ક્રિયાઓ પણ લેવાની છે. કારણ કે સાધુઓની સઘળી ક્રિયાઓ રાગ-દ્વેષના અભાવરૂપ છે. અહીં સાધુની સઘળી ક્રિયાઓ રાગ-દ્વેષના અભાવમાં કારણ હોવાથી કારણમાં કાર્યનો આરોપ કરીને સાધુઓની સઘળી ક્રિયાઓને જ રાગ-દ્વેષના અભાવરૂપ કહી છે. સમાય વડે–રાગદ્વેષના રહિતપણા વડે થયેલું અથવા સમાય છતાં થયેલું જે ચારિત્ર તે સામાયિક છે. અથવા સમ્ એટલે સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્રનો આય એટલે જે લાભ તે સમાય, અને તે જ સમાયિક છે. એટલે જેટલે અંશે આત્મામાં સમ્યજ્ઞાન દર્શન અને ચારિત્ર પ્રાપ્ત થતું જાય છે, તે સામાયિક ચારિત્ર સર્વથા પાપવ્યાપારના ત્યાગરૂપ છે.
- પ્રશ્ન–સામાન્ય રીતે સઘળાં ચારિત્રો સામાયિક છે, કારણ કે તે સઘળાં પાપવ્યાપારના ત્યાગરૂપ છે તો પછી છેદોપસ્થાપનીયાદિ ભેદ શા માટે ?
- ઉત્તર–જો કે સઘળાં ચારિત્રો સર્વથા પાપવાળા વ્યાપારના ત્યાગરૂપ હોવાથી સામાયિકરૂપ જ છે, તોપણ પૂર્વ પર્યાયના છેદાદિરૂપ જે વિશેષ છે, તેને લઈને જ છેદોપસ્થાપનીયાદિ ચારિત્રો પહેલા સામાયિક ચારિત્રથી શબ્દ અને અર્થથી જુદા પડે છે. અને પહેલામાં પૂર્વપર્યાયનો છેદ વગેરે કોઈપણ પ્રકારનો વિશેષ નહિ હોવાથી તે “સામાયિક એવા સામાન્ય શબ્દમાં જ રહે છે. એટલે કે પહેલા ચારિત્રનું સામાયિક એવું સામાન્ય નામ જ રહે છે. તે બે પ્રકારે છે–૧. ઇત્વર, ૨. યાવત્રુથિક. તેમાં ભારત અને ઐરવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં જેઓને પાંચ મહાવ્રતોનો ઉચ્ચાર કરાવ્યો નથી તેવા નવદીક્ષિત શિષ્યનું અલ્પકાળ માટેનું જે ચારિત્ર તે ઇત્વર. અને દીક્ષાના સ્વીકારકાળથી આરંભી મરણ પર્યતનું જે
' ૧. જ્ઞાન, ચારિત્ર, સમ્યકત્વ વગેરે માર્ગણાઓમાં તેના પ્રતિપક્ષ અજ્ઞાનાદિ પણ અહીં લેવાના છે. કારણ કે ચૌદ માર્ગણા માંહેની કોઈ પણ માર્ગણા દ્વારા સઘળા સંસારી જીવોનો વિચાર કરવાનો હોય છે. જો અહીં પ્રતિપક્ષ ભેદ ન લેવામાં આવે તો તે જ્ઞાનાદિમાં અમુક જીવોનો જ વિચાર થાય અને ઘણો ભાગ રહી જાય તેથી જ અહીં પ્રતિપક્ષ ભેદનું પણ ગ્રહણ થાય છે.
૨. દેશથી સર્વાશે નહિ પણ અલ્પ અંશે પાપવ્યાપારનો ત્યાગ જે ચારિત્રમાં હોય તે દેશસંયમ અથવા સંયમસંયમ પણ કહેવાય છે.
, ૩. જેમાં અલ્પાંશે પણ પાપવ્યાપારનો ત્યાગ ન હોય તે અસંયમ અથવા અવિરતિ ચારિત્ર કહેવાય છે. પંચ૦૧-૩