________________
ભાડુતી મકાન છે. શરીર કર્મનું ભાડે આપેલું મકાન છે. તારે તાદામ્ય સંબંધ આત્મા સાથે છે કે કર્મ સાથે છે? ને માયા સે વિન્નાયા, ને વિના રે આયા”જે આત્મા છે એ જ્ઞાતા છે, જે જ્ઞાતા છે, તે આત્મા છે. તે જ્ઞાન તારી સાથે શાશ્વત ટકવાવાળું છે. માલ, મિત, લાડી, વાડી, ગાડી વિ. સંગિક સંબંધ છે. અગ્નિની અંદર ઉષ્ણતા અને પાણીની અંદર શિતળતા છે. એ તાદામ્ય સંબંધે રહેલા છે. તેને કદી જુદા પાડી શકાય નહિ. જુદા પાડો તે તે વસ્તુનું અસ્તિત્વ ટકે નહિ. તેમ જ્ઞાન અને આત્મા તાદાભ્ય સંબંધે સાથે રહેલાં છે. જીવ અંદરની વસ્તુ ખેળતું નથી પણ પિદુગલિક વસ્તુ પ્રાપ્ત કરવામાં આકાશ-પાતાળ એક કરવા મથે છે. આખો દિવસ એના જ પ્રયત્ન. એને મેળવવા માટેની જ દોડધામ કરી રહ્યા છે. આખા દિવસમાં સાંસારિક પ્રવૃત્તિ કરતાં તમને ભગવાન કેટલીવાર યાદ આવે છે? મોક્ષને દિવસમાં કેટલી વાર યાદ કરે છે?
જ માંદી હશે તે તમને કેટલી ફિકર હશે? કઈ દવા લાવું, ક્યા ડોકટર બેલાવું, કે ઈલાજ કરૂં? અને તે કેવી રીતે સાજી થાય! આવા વિચાર આવે છે. જ્યારે, મોક્ષ માટે તમને કોઈ વિચાર આવે છે?
તમારે ત્યાં ભિક્ષુ આવે અને ભિક્ષા માગે છે, કે આ કઈ બટકું રોટલો આપોને ! તે તમે તેને વધ્યું ઘટયું પડેલું હશે તે આપશે, નહિં તે ચેખી ના પાડશે. એને તિરસ્કાર કરશે. ત્યારે વેવાઈ રાતની ગાડીમાં આવી ચડ્યા હશે તો પણ રાત્રે ગરમાગરમ ભેજન બનાવી જમાડશે. શ્રાવકને રાત્રિ-ભોજન જમાય? “ન જમાય”, છતાંય હશે હેશે રાત્રિ-ભોજન કરાવશે, અને બહુમાન કરશે. તેમ અહીં પણ શું કરે છે? પૈસાને, ધન-માલ-મિલકતને વેવાઈ જેટલું માન આપે છે. આખો દિવસ તેની પાછળ ગુમાવે છે, અને ટાઈમ ટુકડો વધે તે ધર્મ માટે રાખે છે અને ન વધે તે ધર્મ કાલે કરીશુ, એમ કહી ઉપેક્ષા કરી છે. ધમને ભિખારી તુલ્ય માન્ય છે, અને પૈસાને વેવાઈનું સ્થાન માન્યું છે. આમાં મેક્ષ કેવી રીતે મળે? જેને મોક્ષ જોઈએ છે તેને હાડહાડની મિજજામાં ધર્મને રંગ હોય. શ્વાસોશ્વાસમાં ભગવાન રમત હોય.
“સમ્યગ્દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ,
અંતરથી ન્યારો રહે, જેમ ધાવ ખીલાવત બાળ.” જેમ ધાવ માતા બાળકનું લાલન-પાલન કરે, રક્ષણ કરે છે, સારસંભાળ લે છે, છતાં બાળક પિતાનું છે એમ માનતી નથી. તેમ સમ્યગૂદષ્ટિ જીવ પણ કુટુંબનું ભરણ-પષણ ફરજ સમજીને કરે પણ અંતરથી ન્યારો રહે. તેમાં ઓતપ્રોત ન બને. જે તારે મોક્ષ મેળવવું હશે તે સંસારની વળગણથી દૂર રહેવું પડશે. તને સંસારના સંબંધ કેવા લાગે છે? બંધન–બંધનરૂપ લાગે તે તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરે. આ બંધને બેડી રૂપ છે, અને ઝકડી રાખનાર છે, આવી કોઈ દિવસ પ્રતીતિ થઈ છે?