________________
૩૬
કલામૃત ભાગ-૫
બીજું શું ? એમ જ કહે ને.
મુમુક્ષુ :- બે ઠેકાણે મળ્યું છે.
ઉત્તર :- ત્રણ લાખ ઠેકાણે (ભલે કહ્યું હોય તો પણ શું ?) રાગને વ્યવહારધર્મ કહે એટલે કે ઈ છે નહિ એને ધર્મનો આરોપ અપાય છે. અને ચૈતન્યમૂર્તિ ભગવાન ! એના અવલંબને જે શુદ્ધતા પ્રગટી તે ધર્મ, તે નિશ્ચય. આહા...હા...! સમજાણું? ઈ યથાર્થ ધર્મ (છે). એ તો સમકિત ન કહ્યું? નિશ્ચય શુદ્ધ ચૈતન્ય વસ્તુની અનુભવદષ્ટિ તે નિશ્ચય સમકિત. પણ જોડે દેવ-ગુરુ-શસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રનું જ્ઞાન, છ કાયની દયાનો રાગને વ્યવહાર ચારિત્ર, વ્યવહાર દર્શન અને વ્યવહાર જ્ઞાન કહ્યું. એ આરોપિત (કથનથી) કહ્યું. પણ એ વ્યવહાર તરીકે વ્યવહાર છે પણ આરોપે છે. આહા..હા..! આવો માર્ગ ઘણો ગંભીર) ! ભાઈ ! એવી વાત છે. (માર્ગ) છે તો સરળ પણ લોકોએ કઠણ કરીને માન્યો છે. આહા...હા...!
રાગ આવે, સમકિતી લડાઈમાં ઊભો રહે. આહાહા...! અહીં તો ઈ વાત લેવી નથી. એ રાગનો અંશ છે એનો કર્તા એ છે, ભોક્તા એ છે, જવાબદારી એની છે. અહીંયાં તો દષ્ટિનો વિષય અને દૃષ્ટિની મુખ્યતાથી જ્યાં કથન ચાલે ત્યાં તો કહે કે, એકલી શુદ્ધતાને જ વેદે છે. અશુદ્ધતાને વેદે છે એને ગૌણ કરી અને વેદતો નથી એમ કહેવામાં આવ્યું છે. ગૌણ કરીને (કહેવામાં આવ્યું છે).
મુમુક્ષુ :- ત્યાં તો પુદ્ગલની પર્યાય કીધી.
ઉત્તર :ઈ એની પુગલની જ છે. આત્માનો સ્વભાવ નથી એટલે પુદ્ગલની કીધી. આહા..હા..! ઈશ્વરનયે ન આવ્યું ? ૪૭ નયમાં આવે છે. કર્મના નિમિત્તને આધીન થાય છે. ઈ પોતાનો સ્વભાવ છે (એટલે કે) પર્યાયની યોગ્યતા છે. કર્મને લઈને નહિ. કર્મના નિમિત્તમાં ઈશ્વરનય એટલે પોતે પરાધીન થાય, ધાવમાતાને જેમ બાળક ધવરાવે, એમ નિમિત્તાધીન થાય એ પર્યાયની પોતાની યોગ્યતા છે. કર્મ અને વિકાર કરાવે છે એમ નથી. લે ! આહા...હા...!
એક બાજુ ત્યાં (‘સમયસારની) ૭૫, ૭૬ (ગાથામાં) એમ કહે કે, જેટલો સમકિતીને વિકાર થાય છે એ બધો એનું વ્યાપ્ય નથી, એ કર્મનું વ્યાપ્ય – અવસ્થા છે. ઈ (વિકારને) કાઢી નાખવા માટે એ દૃષ્ટિએ કર્મ વ્યાપક (છે) અને વિકાર વ્યાપ્ય (છે). આત્મા વ્યાપક (નથી, કારણ કે આત્મા તો શુદ્ધ છે (તો) ઈ વ્યાપક થઈને તો નિર્મળ પર્યાય વ્યાપ્ય થાય. આવી વાતું છે, ઘણાં પડખાં, બાપુ ! આહા..હા..!
(અહીંયાં કહે છે કે, “સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્યવસ્તુને આસ્વાદે છે. કઈ રીતે અનુભવે છે? પોતાથી પોતાને અનુભવે છે. લ્યો ! “ક્યા કાળે ? નિરંતરપણે.” લ્યો, ઠીક ! “અતીતઅનાગત-વર્તમાનમાં અનુભવે છે. ત્રણે કાળે સમકિતી તો શુદ્ધતાને જ અનુભવે છે. આ.હા...હા..! કેવો છે સમ્યક્દૃષ્ટિ જીવ ?” નિઃશંક છે. “સાત ભયથી રહિત છે.' શંકા