________________
કળશ-૧૫૫
૩૫
એનો કર્તા-ભોક્તા પોતે છે. એ.ઈ....!
મુમુક્ષુ :- બેમાંથી એક નક્કી કરો.
ઉત્તર – બન્નેનું નક્કી કરવું જોઈએ. જ્યાં જે અપેક્ષાએ કહ્યું ત્યાં) તે અપેક્ષાએ એને બરાબર માનવું જોઈએ. ખેંચતાણ ન કરવી જોઈએ.
અત્યારે કલકત્તામાં એ થઈ ગયું છે ને ? ‘દિલ્લી... દિલ્લી એ લોકોને બીજા ભાઈની) વાત ગરી ગઈ. (એ ભાઈ કહે), સમકિતીને રાગ હોય જ નહિ. એકલી શુદ્ધતા જ હોય.
મુમુક્ષુ :- આમાં કહ્યું.
ઉત્તર :- કઈ અપેક્ષાએ (વાત) કહી ? પાછું બીજે ઠેકાણે કહ્યું કે, ગણધર જેવાને પણ જે પંચ મહાવ્રતનો વિકલ્પ ઊઠે તે અશુદ્ધતા છે.
મુમુક્ષુ : એ તો પ્રવચનસારમાં આવ્યું.
ઉત્તર – પણ આવ્યું ને ? “પ્રવચનસાર’ એટલે વીતરાગની દિવ્યધ્વનિનો સાર ! ત્યાં તો એ આવ્યું. બન્નેને માનવું પડશે. ભાઈ ! આહા..હા..! આવી વાતું છે, ભાઈ !
અહીં કહે છે કે, “સમ્યક્દૃષ્ટિ જીવ સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્ય વસ્તુને અનુભવે છે...” જોયું ? ભાષા તો આમ છે. અશુદ્ધતા વેદે જ નહિ એમ અહીં તો કહે છે. એ દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયના જોરમાં એમ ત્યાં કહેવાય છે. પર્યાયમાં અશુદ્ધતા છે, એને વેદે છે તેને ગૌણ ગણી, વ્યવહાર કહીને નથી વેદતો એમ કહેવામાં આવ્યું છે. આહાહા....! આટલું બધું ક્યાં યાદ રાખવું ?) શુદ્ધ ચૈતન્યવહુને “આસ્વાદે છે.”
કઈ રીતે અનુભવે છે ? પોતાથી પોતાને અનુભવે છે. “સ્વયં” (શબ્દ) છે ને ? (એટલે કે, પોતાથી પોતાને અનુભવે છે. આહાહા...! શુદ્ધ સ્વભાવથી શુદ્ધ સ્વભાવને એ વેદે છે. આહા..હા....! “પ્રવચનસાર ૧૭૨ ગાથા(માં) “અલિંગગ્રહણ'(ના) વીસ બોલ છે એમાં છઠ્ઠો બોલ ઈ છે. આત્મા સ્વયં પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આ શબ્દ છે. એ પોતાના સ્વભાવથી જણાય છે. એ રાગથી જણાય નહિ, વ્યવહારથી જણાય નહિ. અને એવો એ પ્રત્યક્ષ છે. મતિ અને શ્રુતજ્ઞાન દ્વારા એ પ્રત્યક્ષ થાય છે. એને રાગની અને મનની અપેક્ષા છે નહિ. આહા..હા...! ભાઈ ! આ આટલાં બધાં પડખાં (સમજવા જેવા છે).
સ્યાદ્વાદ માર્ગ છે. કઈ અપેક્ષાએ કહ્યું છે એ અપેક્ષાએ જાણવું જોઈએ પણ સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે રાગથી પણ ધર્મ થાય અને વીતરાગતાથી પણ ધર્મ થાય. એમ સ્યાદ્વાદ નથી. વીતરાગ સ્વભાવથી ધર્મ થાય અને રાગથી ધર્મ ન થાય.
મુમુક્ષુ :- “આપ્તમિમાંસા'માં લખ્યું છે કે, શુદ્ધ અને શુભ બન્નેથી ધર્મ થાય. ઉત્તર :- ધર્મ એટલે પેલો શુભ ભાવ રાગ છે ને ? (એ) વ્યવહારધર્મ એમ કીધું,