________________
20
જેનતત્ત્વ વિચાર
નહિ હોવાના કારણે જ દ્રવ્યસ્તવની અનુમોદના હોઈ શકે છે અને એથી જ અપુનબંધકાદિના ભાવજ્ઞાને કારણભૂત બનતા એવા દ્રવ્યાનુષ્ઠાનની પણ અનુમદિન હોઈ શકે છેઃ કારણ કે–એ જેમાં ધર્મ બીજના વપનની એગ્યતા પ્રગટ થઈ ચૂકી હોય છે. ધર્મનું બીજ ભાવાણા પ્રત્યે સદભાવ કિંવા અથવા બહુમાન જે આત્મામાં પ્રગટ થાય તે છે, અથવા તો ભાવાજ્ઞાના કારણભૂત દ્રવ્યાજ્ઞાના પાલનમાં પણ બહુમાન પ્રગટ થાય તે છે.
ધર્મબીજ જેમ શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે કુશલ ચિત્તાદિ પણ ધર્મના બીજરૂપે વર્ણવામાં આવ્યા છે, અથવા તે શુદ્ધ ધર્માનુષ્ઠાન અને તેના કર્તા જી પ્રત્યે આદર અને બહુમાન એ પણ ધર્મનું બીજ છે. - જેમ અગ્ય ભૂમિમાં કરાતા બીજનું વપન નિષ્ફળ છે, તેમ અપ્રશાંત ચિત્તવાળા પાણીમાં ધર્મબીજનું વપન નિષ્ફળ છે. જ્યાં સુધી મિથ્યાત્વને પ્રબળ ઉદય હોય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન કે શાંત થતું નથી, એના મનમાં શાસ્ત્ર પ્રત્યે સદભાવ પ્રગટ થતું નથી તથા એથી જ એ જીવના પૂજા આદિ કા ફલિભૂત થઈ શકતા નથી અને સાથે જ અપૂર્ણ રહી જાય છે. - અપ્રશાંતમતિવાળા જીવના ચિત્તમાં શાસ્ત્રના સદભાવ અર્થે પ્રતિપાદન કરવા મથવું, તે એના અહિત માટે થાય છે, કારણ કે-અગ્ય હોઈ અધિકારી છે. એથી જ શાસ્ત્રસદભાવ પ્રતિપાદનરૂપ “ધર્મબીજ એના ચિત્તમાં વાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org