________________
19.
જૈન દર્શનની મહત્તા
આવી રીતે જૈન મહાત્માએ અન્ય દશનના સિદ્ધાતોની તટસ્થ દષ્ટિએ પરીક્ષા કરવાની સાથે શુદ્ધ દૃષ્ટિથી તેને સમન્વય કરવા પણ પ્રયત્ન કરે, એ જૈનદષ્ટિની કેટલી વિશાળતા હશે? અન્ય દશનેના ધુરંધરેને “મહર્ષિ',
મહામતિ અને એવા બીજા ઊંચા શબ્દોથી સન્માનપૂર્વક પિતાના ગ્રન્થોમાં ઉલ્લેખવા અને દૂષિત સિદ્ધાંતવાળાઓના મતનું ખંડન કરતાં પણ તેમને હલકા શબ્દોથી વ્યવહાર ન કર અને સંપૂર્ણ સભ્યતા તથા શિષ્ટતા સાથે સામાને પ્રબુદ્ધ કરવાની પોતાની માયાળુ લાગણી વહેતી રાખવી, એ જેન મહર્ષિઓનું કેટલું ઔદાર્ય હશે? ધાર્મિક કે દાર્શનિકવાદયુદ્ધ ચલાવતાં પણ વિરુદ્ધ દર્શનવાળાઓ તરફ આત્મપ્રેમને રસ ઊભરાતું રહે એ કેટલું સાત્વિક હૃદય !
જૈન મહર્ષિઓનાં મધ્યસ્થભાવને જણાવનારા છેડા વાક જોઈએ.
સંસારબીજ-અંકુર ઉત્પન કરનાર રાગદ્વેષ આદિ સમગ્ર દોષો જેના ક્ષય પામ્યા છે, તે ચાહે બ્રહ્મા, વિષ્ણુ, શંકર અથવા જિન હોય તેને મારા નમસ્કાર છે.” ૮
“દિગમ્બર અવસ્થામાં મેક્ષ નથી, વેતામ્બર દશામાં મેક્ષ નથી, તર્કવાદમાં મેક્ષ નથી અને પક્ષસેવા કરવામાં મેક્ષ નથી, કિતુ કષાયે-(કૈધ-માન-માયા-લોભથી
८ भवबीजांकुरजनना रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ॥
(ભ. શ્રી હેમચંદ્રાચાર્ય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org