________________
જૈનતત્ત્વવિચાર
કલ્પનાજાળના ત્યાગ, એ અકુશલ નિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની મને ગુપ્ત છે. શાસ્ત્રાનુસારી, પરલેાકસાધક, ધમ ધ્યાનાનુબંધી અને માધ્યસ્થ્ય પરિણામરૂપ ગુપ્તિ, એ એના બીજો પ્રકાર છે. એટલે કે-ધર્મ અને શુકલ ધ્યાનમાં મનને પરાવવું તે કુશલ પ્રવૃત્તિરૂપ ખીજા પ્રકારની મનાગુપ્તિ છે અને કુશલઅકુશલ મનેવૃત્તિના નિરોધ્રુપૂર્વક તમામ ચેાગના નિરોધની અવસ્થા દરમિયાન આત્મરમણતા, એ ચેનિરોધરૂપ ત્રીજા પ્રકારની મનાગુપ્તિ છે.
162
વચનગુપ્તિના બે પ્રકારો-મુખ, મસ્તક, આંખ, હાથ વિગેરેની અસૂચક ચેષ્ટારૂપ સ'જ્ઞા વિગેરેના ત્યાગપૂ કનુ મૌન, તે મૌનાવલ ખરૂપ પ્રથમ પ્રકારની વચનગુપ્તિ છે અને વાચના, પૃચ્છના વિગેરેને વિષે - મુખવસ્તિકાથી આચ્છાદિત કરી વાચાનું નિયંત્રણ કરવું, તે વાનિયમરૂપ બીજા પ્રકારની વચનગુપ્તિ છે. આ એ ભેદો દ્વારા વચનગુપ્તિથી વાણીના સવથા નિરોધ તેમજ સમ્યગ્ ભાષણ–એ મને સ્વરૂપનું પ્રતિપાદન કરાય છે. ભાષાસમિતિમાં તે યથા રીતે વચનપ્રવૃત્તિ માટે જ અવકાશ છે. એથી વચનગુપ્તિ અને ભાષાસમિતિનુ અંતર સ્પષ્ટ થાય છે.
કાયગુપ્તિના એ પ્રકારો-દેવાહિકૃત ઉપસગેમાં કે પરિષહેાના પ્રસંગમાં પણ કાયાત્સગ સેવતા મુનિના શરીરની સ્થિરતા અથવા સર્વ ચૈાગના નિરોધ સમયની કેવલજ્ઞાનીની કાચિક નિશ્ચલતા, તે ‘કાયિક ચેષ્ટાનિવૃત્તિરૂપ' પ્રકારની કાયગુપ્તિ છે; તેમજ શાસ્ત્રમાં સૂચવ્યા મુજખ શયન, આસન, નિક્ષેપ (મૂકવુ), ગ્રહણ અને ચંક્રમણ વિષે કાયાની ચેષ્ટાને નિયમમાં રાખવી, તે ‘ચેષ્ટા નિયમરૂપ' ખીજા પ્રકારની કાયગુપ્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org