________________
શ્રી જ્ઞાનસારના બત્રીસ અટકનો સંક્ષિપ્ત સાર
227
બાહિર દષ્ટિ દેખતાં, બાહિર મન ધાવે; અંતર દષ્ટિ દેખતાં. અક્ષયપદ પાવે. ૨૧. કર્મવિપાક ચિન્તન–સર્વ જગત્ કર્મવશ છે. એમ જાણી મુનિ સુખથી હર્ષ પામતાં નથી તેમજ દુઃખથી ભય પામતાં નથી. પ્રશમણિ પર આરૂઢ થયેલા શ્રુતકેવલી પણ અશુભ કર્મના ઉદયથી બહલસંસારી થાય છે, તે બીજાની શી વાત? ઉદયમાં આવેલા સર્વ કર્મો ક્ષય થવાની છે એમ સમજી તુલ્યદષ્ટિ ધારણ કરે છે, તે જ યોગિ સહજાનંદ પ્રાપ્ત કરે છે. કર્મવિપાક છેલ્લા પુદ્ગલપરાવતેની હદમાં પહોંચ્યા વિનાના જીવોને આરક્ષણ કરવા છતાં, એટલે છેલ્લાથી અન્ય પુગલપરાવર્તામાં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદ્ગલપરાતવાળા સાધુનું તે પ્રમાદાદિરૂપ છિદ્રો જોઈને ધર્મને અતિ મલિન કરે છે, જેથી પ્રમાદાદિને અવકાશ આપવા ન દે. જે પ્રમાદ વિગેરેથી મૃતકેવલી જેવા મહાપુરુષ પણ અનંતસંસારી થાય છે.
૨૨, ભવઉગ–આ સંસારને પાર પામવા માટે, મુનિ મરણની બીકે રાજાના ભયથી તેલનું વાસણ ગ્રહણ કરનાર અને રાધાવેધને સાધવાની જેમ ઉદ્યમવંત થવાય છે, તેમ મુનિ ધર્મકિયાને વિષે એકાગ્ર હોય છે, જેમ ઝેરનું ઓસડ ઝેર છે, તેમ ભયનું ઓસડ ભય છે. ઉપસર્ગાદિ ભય જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે સંસારથી બીતા એવા સાધુ તે. ઉપસર્ગ સમ્યક પ્રકારે સહન કરે છે અને નિર્ભય રહે છે. વ્યવહારમાં સ્થિત સાધુ આ સંસારની ભીતિ ધ્યાવે, પરંતુ નિજભાવમાં રમણ કરનારને ભવભયને અવકાશ રહેતો નથી. - ર૩. લોકસંજ્ઞાત્યાગભવરૂપી દુર્ગમ પર્વતનું ઉલં. ઘન કરી શકે એવા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને લોકોત્તર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org