________________
252
જૈનતત્ત્વ વિચાર
નને સમાવેશ થઈ જાય છે, પણ સાધન હોય ત્યાં સાધ્ય હે જ એમ બનતું નથી. - સાધ્યને લક્ષ્યમાં રાખી સાધ્યની સિદ્ધિ થાય, તેવી સ્થિતિપૂર્વક સાધનનું સેવન થાય તે સાધન સાર્થક છે.
[ ૪૦ ] જે કારણ કાર્યને પહોંચાડે તે જ કારણ કહેવાય છે. કાર્ય તરફ લક્ષ રાખી નિરાગ્રહરૂપે કારણ સેવે તે કાર્યની સિદ્ધિ થાય છે, પરંતુ કારણમાં જ-સાધનમાં જ આગ્રહ રાખી તેને કાર્યભાવે માની કારણને સેવે તે તે કારણભાસ થાય છે.
[ ૪૧ ] સાધ્યને લક્ષમાં નહિ લીધેલા ધનુર્ધરની બાણ ફેંકવાની ચેષ્ટા જેમ નિષ્ફળ જાય છે, તેમ સાધ્યને સ્થિર કર્યા વગર કરાતી ક્રિયાઓ નિરર્થક જાય છે.
[ ૪૨ ] લક્ષ વિનાનું બાણ ફેંકવું તે જેમ નકામું છે, તેમ આત્મનિર્ણય કર્યા વિના તેને બંધનમુક્ત કરવા કિયા કરવી તે પણ નિરૂપયેગી નિવડે છે.
[ ૪૩ ] સાધ્યની સિદ્ધિ પણ પ્રતિકૂળ સાધનથી થઈ શકતી નથી. સાધ્યને અનુકૂળ સાધન હોય તે જ સાધ્યસિદ્ધિ થઈ શકે છે. આત્માને દોષમુક્ત કરવા નિર્દોષ સાધનાની આવશ્યક્તા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org