________________
ચિંતન કણિકા
283 યેગને શાતા ન હોય પરંતુ વેગની જિજ્ઞાસાવાળો હોય, તે પણ કાળાંતરે આત્મજ્ઞાનને પામે છે.
[ ૧૭ ] જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી સંન્યાસ –ત્યાગ કહેવાતો નથી, કારણ કે–આતમજ્ઞાન વિના વસ્તુતઃ તેનું સ્વરૂપ સાવદ્ય છે.
| [ ૧૭૫] આત્મજ્ઞાન ન થયું હોય, પરંતુ જે આત્મજ્ઞાન પામ વાની સન્મુખતાપૂર્વક આત્મજ્ઞાનને પામવાના સાધને સેવાતાં હોય, તો ઉપચારથી સંન્યાસ-ત્યાગ કહી શકાય છે.
[ ૧૭૬ ] આત્મા અને પરમાત્મા વિષે જે વિવાદ છે, તે ભેદબુધિથી કરેલ છે. જ્ઞાની ધ્યાનરૂપી સંધિથી એ વિવાદને દૂર કરી આત્મા અને પરમાત્માને મેળ કરી બતાવે છે.
[ ૧૭૭ ] ઐક્યતા અને ભિન્નતાથી (નિશ્ચય અને વ્યવહારથી) આત્માનું ધ્યાન હિતકારી છે અને તેથી જુદી રીતે આગ્રહ. રાખનારા પુરૂષોની જે બુદ્ધિ તે વૃથા વિડંબનારૂપ છે.
[ ૧૭૮ ] આત્મસ્વરૂપને અનુભવ નિશ્ચયનયથી થાય છે અને વ્યવહારનય ભેદદ્વારા આત્માથી પર એવા શરીર વિગેરેને અનુભવ કરાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org