________________
ચિંતન કણિકા
285
[ ૧૮૫ ] ભગવંતની આજ્ઞા પ્રમાણે ધ્યાનને શુદ્ધ કમ માની, જે પુરુષ તેને અભ્યાસ કરે છે તે આત્માને જાણનારે થાય છે– આત્મજ્ઞાનને પામે છે.
[ ૧૮૬ ] હંમેશાં ધ્યાન કરવાને અભ્યાસ હોય તો મનને. નિગ્રહ થઈ શકે છે.
[ ૧૮૭ ] અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિજર થઈ છે તે ઉપલકભાવે થઈ છે, કે જે ભાવ અબંધક નથી. વળી કર્મક્ષય થાય તેવી નિર્જરા થઈ નથી. જે તેવી થઈ હોત, તે આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરવાનું બનત નહિ.
[ ૧૮૮ ] જ્ઞાનની સાથે ઐકય પામેલ તપ આત્માને નિર્જરા કરાવે છે. તે સિવાયને તપ વસ્તુતઃ ક્યારે પણ નિર્જરા કરતું નથી.
જેમ જેમ ચિત્તનું શુદ્ધિપણું અને સ્થિરત્વ હોય છે, તેમ તેમ જ્ઞાનીના વચનેને વિચાર યથાયોગ્ય થઈ શકે છે. સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે.
૧૦ ] જે હૃદયમાં મમતા જાગૃત હોય તો વિષયોને ત્યાગ નકામે છે, કારણ કે-જ્યાં સુધી મમતા હોય ત્યાં સુધી વિષયેનો ત્યાગ સ્થિર રહી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org