Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 348
________________ ચિંતન કણિકા 329 શું છે ? સાધ્ય શું છે ?–તેને સ્પષ્ટ ખ્યાલ કર્યા વગર દુર્લભ મનુષ્યભવ પૂર્ણ કરી નાખે છે. [ ૩૭૭ ] " જેટલો વખત આયુષ્યને તેટલો જ વખત ઉપાધિને જીવ રાખે, તે મનુષ્યપણાનું સફળ થવું ક્યારે સંભવે? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે-એ નિશ્ચય કરવો જોઈએ અને તેના સફળપણા માટે જે જે સાધનની પ્રાપ્તિ કરવા યોગ્ય હોય તે તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન જ ટળે. [ ૩૭૮ ] લૌકિકભાવ આડે જ્યાં આત્માને નિવૃત્તિ નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતિએ સંભવતી નથી. એકની નિવૃત્તિ તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એ સંસાર સંબંધી પ્રસંગ, લૌકિક ભાવ, લોકચેષ્ટા–એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને–સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવામાં આવે, તે જ હિતવિચારણા સંભવે છે. [ ૩૭૯ ] લોકની દષ્ટિને જ્યાં સુધી જીવ વમે નહિ તથા તેમાંથી અંતર્ધ્વત્તિ છૂટી જાય નહિ, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક મહામ્ય લક્ષગત થઈ શકે નહિ. [ ૩૮૦ ] આત્માનુભવ મેળવવાના જિજ્ઞાસુ એવા ત્યાગીઓ, પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374