________________
ચિંતન કણિકા
337
અગ્નિમાં તપાવે છે. અને હથોડીથી ટીપે છે. તેવી રીતે ધર્મના જિજ્ઞાસુઓએ ધર્મની ચાર પ્રકારે પરીક્ષા કરવી જોઈએ.
[૪૧૯ ] પ્રથમ ધર્મના ઉપદેશકે કેવા ચારિત્રવાળા છે તે જોવું અને પછી ધર્મના શાસ્ત્રો કેવા સંગત છે અર્થાત્ પૂર્વાપર અવિરેાધ છે કે નહિ તે જોવું. એટલેથી જે નિશ્ચય ન થાય તે ધર્મને સ્યાદ્વાદ સિદ્ધાંત અને આચાર-વર્તન કેવા પ્રકાર રનું છે તે જોવું અને તેમાં આત્માનુભવ, શાંતિ-સમાધિને આર્વિભાવ કેટલા અંશે છે તે જોવું. આ ચાર બાબતો જેમાં બરાબર હોય, તે જ ધર્મ માનનીય થઈ શકે.
[૪૨૦ ] એક-બે પૈસાની હાંડલી લેવી હોય તો પણ ચારય તરફ કેરા મારી તેની પરીક્ષા–તપાસ કરવામાં આવે છે, તો આ લેક-પરલોકના સુખનું અદ્વિતીય સાધન એવા ધર્મની પિછાન માટે પૂરી તપાસ કેમ ન કરવી?
[૨૧] જે વસ્તુ સકલસિદ્ધિ, દિવ્યસિદ્ધિ અને આત્મસિદ્ધિને આપનાર છે, તે ધર્મનું શું સ્વરૂપ છે તેને વિચાર કરે જોઈએ. તે વિચાર કેઈ પણ જાતિને પક્ષપાત રાખીને ઉપલક બુદ્ધિથી કરવાને હેતે નથી, પણ નિષ્પક્ષપાતપણે તાત્વિક બુદ્ધિવડે કરવાને હેાય છે.
[૪૨] કઈ પણ બાબતમાં એકાંત આગ્રહ જે થઈ જાય, તે
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org