Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 371
________________ 352 જૈનતત્વ વિચાર જૈનદર્શનની તત્ત્વવ્યવસ્થાને સમજી શકતા નથી અને પરિણામે વિજાતીય ભ્રમણાઓમાં અટવાઈ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં ડૂબી જાય છે [ ૪૮૫ ] સ્યાદ્વાદ સિદ્ધાંતને ઉદ્દેશ એ જ કે-કઈ પણ સમજદાર વ્યક્તિ કઈ વસ્તુના વિષયમાં સિદ્ધાંત નિશ્ચિત કરતી વખતે પોતાની પ્રમાણસિદ્ધ થતી પ્રામાણિક માન્યતાઓને ન છોડે, પરંતુ અન્યની પ્રમાણિક માન્યતાઓને પણ આદર કરે. { ૪૮૬ ] સ્યાદ્વાદ સિદ્ધાંત હદયની ઉદારતા, દષ્ટિની વિશાળતા પ્રામાણિક મતભેદની જિજ્ઞાસા અને વસ્તુના વિવિધપણાન ખ્યાલ પર જ છે. | [૪૮૭ ] સ્યાદ્વાદી એટલે “આ પણ સાચું ને તે પણ સાચું” આમેય ખરૂં ને તેમેય ખરૂં'-એમ અવ્યવસ્થિન વિચાર વાળા નથી હોતા. સ્યાદ્વાદ તેમ માનવા કે મનાવવા કહે પણ નથી, ઉલટું તે તે દષ્ટિને સ્થિર કરીને અનેક દષ્ટિએ વસ્તુને જોવાનું કહે છે. [ ૪૮૮ ] ભગવાન મહાવીરને સ્યાદ્વાદને પાઠ જગની ભિન્ન ભિન્ન જણાતી વિચારસરણીઓને ભિન્ન ભિન્ન અપેક્ષાદષ્ટિએ સમન્વયના ધેરણ પર વિચારવાનું શીખવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 369 370 371 372 373 374