Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 363
________________ 344 જૈનતત્ત્વ વિચાર [ ૪૪૯ ] ખરેખર સર્વ મુમુક્ષુઓ પરમેશ્વરરૂપી સેવ્યના સેવક છે અને કોઈ દુર અને કોઈ પાસેના સેવકે એવા ભેદ મટાડી શકાતા નથી. [ ૪૫૦ ] જેઓ પરમાત્માના નામે કરી ગર્વિષ્ટ બની ગયા છે અને જ્ઞાનમાર્ગથી વિમુખ છે. તેઓ ઘુવડે જેમ સૂર્યને જોઈ શકતા નથી તેમ પરમાત્માને જોઈ શકતા નથી. [ ૪૫૧ ] ધર્મના વિભાગો પડી શકતા નથી, પણ ધર્મના સાધનેના વિભાગે પડી શકે છે. પરમાત્મદશામાં કોઈને પણ મતભેદ નથી. પરંતુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધર્મના સાધનમાં–વ્યાપારમાં મતભેદ છે. [ પર ] સર્વ આસ્તિકદર્શન પારિણામિક ભાવે મુક્તિને ઉપદેશ કરે છે એ નિસંશય છે, પણ યથાર્થદષ્ટિ-સમ્યક્ દષ્ટિ થયા વિના સર્વ દશનનું તાત્પર્યજ્ઞાન હૃદયગત થતું નથી. [ ૪૫૩ ] - જૈનધર્મને આશય, દિગંબર તેમજ વેતાંબર આચાએને આશય ને દ્વાદશાંગીને આશય માત્ર સનાતન ધર્મ પમાડવાને છે અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓને વિકલ્પ નથી અને તે જ ત્રણેય કાળમાં જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને હશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374