Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 365
________________ 346 જૈનતત્ત્વ વિચાર સત્સંગના અગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. [ ૪૫૮ ] જે સત્સંગતિ, ધર્મ શાસ્ત્રોનું વાંચન અને તત્ત્વમનનએ ત્રિપુટીને અહર્નિશ સમાગમ રાખવામાં આવે, તો ગમે તેવા વિષમકાળમાં પણ મનુષ્ય પોતાની જીંદગીને પવિત્ર બનાવી શકે છે. [૪૫૯ ]. સાંભળવા ગ્ય તત્ત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા, પરિ. હારને ગ્યને પરિવાર, સશાસનું શ્રવણ અને આત્મધર્મને વિષે સ્થિત એવા પુરુષને ઓળખી તેમની હદયથી પ્રશંસા કરવી-એ ચાર આત્માને પરમ હિતકારી છે. [ ૪૬૦ ] સપુરુષોની પ્રશંસા એ છે કે–ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકેની ઓળખાણપૂર્વક તેમને યથાયોગ્ય પ્રણામ નમસ્કાર કરવા અને અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ ધારણ કરવી. [ ૪૬૧ ] દરિદ્ય મનુષ્ય જેમ ધનવાનને ત્યાં રહેલું સુવર્ણ જૂએ તથા સ્પર્શ કરે તો પણ ભાગ્યહિનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાનંદ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યા છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્ય વિના વિષયીજનને તે આત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી. [ ૪૬૨ ] શાસ્ત્ર, ગુરૂને વિનય, ક્રિયા અને આવશ્યક-એ સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374