________________
ચિંતન કણિકા
345 [ ૪૫૪ ] મૂળ તત્ત્વમાં કયાંય ભેદ ન હોય–માત્ર દષ્ટિમાં જ ભેદ જણાય, તે આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવૃત્તિ કર!
[ ૪પ૬] . વર્તમાનકાળ દુષમકાળ વર્તે છે. મનુષ્યના મન પણ દુઃષમ જ જોવામાં આવે છે. ઘણું કરી પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થને દેખાવ કરી રછાએ વર્તે છે. એવા વખતમાં તેને સંગ કરી , તેની સાથે કેટલું કામ પાડવું ?, કેની સાથે કેટલું બેલવું?, કેની સાથે પિતાના કેટલા કાર્ય–વ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય?– એ બધું લક્ષમાં રાખવાને વખત છે, નહિ તે સદુવૃત્તિવાન જીવને એ બધા કારણે હાનિકર્તા થવાનો સંભવ છે.
[૪પ૬ ] વાતાવરણ તથા સ્થાનના પરિવર્તથી મનુષ્યોના મનેભાવ તથા વિચારનું કેટલેક અંશે પરિવર્તન થઈ જાય છે. જે સ્થલમાં રહેવાથી આત્મા શુભ ભાવમાં ન રહી શકે તે સ્થલને તુરત જ ત્યાગ કરવો.
[૪૫૭ ] નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શેક થાય છે, નિમિતે કરીને જેને ઈન્દ્રિજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઈન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારેને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્ત કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને બને તેટલા તે તે નિમિત્તવાસી જીવને સંગ ત્યાગ ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરે ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org