________________
328
જૈનતત્ત્વ વિચાર
[ ૩૭૨ ] આત્માનું અજ્ઞાન-આત્મભાન ભૂલવું તે જ કૃષ્ણપક્ષ છે, તે જ પુદ્ગલપરાવર્તન છે, તે જ દુઃષમકાળ છે, તે જ દુગ. તિને માર્ગ છે, અશાંતિની ઉત્પત્તિ પણ તે જ છે અને રાગ-દ્વેષ, વેર-વિરોધ, વિષય-કષાય સર્વ તેમાંથી જ પ્રગટે છે.
[ ૩૭૩ ] ઈન્દ્રિયના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મને આગ્રહ માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું-એ સર્વ કદાગ્રહરૂપ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે, ત્યાં સુધી તેનું કલ્યાણ થાય નહિ. નવ પૂર્વ ભણે તોય રખડ્યો ! ચૌદ રાજલકનું સ્વરૂપ જાણ્યું પણ દેહમાં રહેલા આત્માને ન ઓળખે !
[ ૩૭૪] જ્યાં સુધી જીવનું–આત્માનું સ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાવડે જીવની શું ભૂલ છે. તે ધ્યાનમાં આવતું નથી. શાસ્ત્રને સઘળે પ્રપંચ-વિસ્તાર એ જાણવાને માટે જ છે.
[ ૩૭૫ ] સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકાવું એ જ મૂખ્ય સમજવાનું છે. બાલજીવોને સમજવા માટે સિધ્ધાંતેના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરૂષોએ ઉપકારદષ્ટિથી કર્યું છે.
[ ૩૭૬] આત્મવિચારના અભાવે આ જીવ અનેક પ્રકારના સાંસારિક વૃત્તિના વમળમાં અટવાયા કરે છે અને જીવનને હેતુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org