SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ 328 જૈનતત્ત્વ વિચાર [ ૩૭૨ ] આત્માનું અજ્ઞાન-આત્મભાન ભૂલવું તે જ કૃષ્ણપક્ષ છે, તે જ પુદ્ગલપરાવર્તન છે, તે જ દુઃષમકાળ છે, તે જ દુગ. તિને માર્ગ છે, અશાંતિની ઉત્પત્તિ પણ તે જ છે અને રાગ-દ્વેષ, વેર-વિરોધ, વિષય-કષાય સર્વ તેમાંથી જ પ્રગટે છે. [ ૩૭૩ ] ઈન્દ્રિયના નિગ્રહનું ન હોવાપણું, કુલધર્મને આગ્રહ માનશ્લાઘાની કામના, અમધ્યસ્થપણું-એ સર્વ કદાગ્રહરૂપ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે, ત્યાં સુધી તેનું કલ્યાણ થાય નહિ. નવ પૂર્વ ભણે તોય રખડ્યો ! ચૌદ રાજલકનું સ્વરૂપ જાણ્યું પણ દેહમાં રહેલા આત્માને ન ઓળખે ! [ ૩૭૪] જ્યાં સુધી જીવનું–આત્માનું સ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મ-મરણ કરવાવડે જીવની શું ભૂલ છે. તે ધ્યાનમાં આવતું નથી. શાસ્ત્રને સઘળે પ્રપંચ-વિસ્તાર એ જાણવાને માટે જ છે. [ ૩૭૫ ] સ્વભાવમાં રહેવું અને વિભાવથી મૂકાવું એ જ મૂખ્ય સમજવાનું છે. બાલજીવોને સમજવા માટે સિધ્ધાંતેના મોટા ભાગનું વર્ણન જ્ઞાની પુરૂષોએ ઉપકારદષ્ટિથી કર્યું છે. [ ૩૭૬] આત્મવિચારના અભાવે આ જીવ અનેક પ્રકારના સાંસારિક વૃત્તિના વમળમાં અટવાયા કરે છે અને જીવનને હેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy