________________
ચિંતન કણિકા
287
' ૧૯૮] મનમાંથી પરવસ્તુઓ પ્રત્યે મમતાની વાસનાઓ દૂર કર્યા વિના બાહ્ય પદાર્થો સાથે સંબંધ છૂટતો નથી. બહિમુખવૃત્તિને જે જે અંશે નાશ થાય છે, તે તે અંશે અંતમુખવૃત્તિ પ્રગટ થતી જાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને પિતાના અધિકાર પ્રમાણે અંતર્મુખવૃત્તિને આદર કરે જોઈએ.
[ ૧૮ ] દેશમમત્વ, કુળ-જાતિમમત્વ, કુળધર્મમમત્વ, ગ૭– મમત્વ, શિષ્યમમત્વ, પુત્રમમત્વ, વસ્ત્રમમત્વ, સ્થાનમમત્વ, અને ભકતમમત્વ, ઈત્યાદિ મમમાં બંધાયેલે જીવ કર્મ પાસથી છૂટી શકતું નથી.
[ ૨૦૦ ] હું ત્યાગી છું –એવું અહંભાવરૂપ મમત્વ પણ જ્યાં સુધી આત્મામાં આપવામાં આવે છે, ત્યાં સુધી ખરેખરૂં ત્યાગીપણું પ્રગટતું નથી. ગ્રતાદિમાં પણ મમત્વભાવ રાખવાથી નિશ્ચયથી આત્મા છૂટી શકતું નથી. વેષાદિકમાં પણ મમત્વભાવ રાખવાથી આત્મા પરિગ્રહના બંધનમાંથી છૂટી શકતું નથી.
| [ ૨૦૧ ] હું અને મારું –એ અધ્યાસ જ્યાં સુધી છે, ત્યાં સુધી મનની સ્થિરતા થતી નથી. બાહ્ય પદાર્થોની વાસના જ્યાં સુધી છે, ત્યાં સુધી મનમાં સંકલ્પ-વિકલ્પ થયા જ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org