________________
ચિંતન કણિકા
291
તત્વજ્ઞાન પ્રાપ્ત થતું નથી. સિદ્ધાન્તબેધનું શ્રવણ, વાંચન કે પઠન તે જીવ કરે, પણ તેના અંતરમાં પ્રવેશ પામી શકતા નથી.
[ ૨૧૭ ] બોધ બે પ્રકારથી જ્ઞાની પુરૂષોએ કર્યો છે. એક તે સિદ્ધાંતો અને બીજે તે સિદ્ધાંતબોધ થવાને કારણભૂત એવો ઉપદેશબોધ. જે ઉપદેશબોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયે ન હોય, તે સિદ્ધાંતબોધનું માત્ર શ્રવણ થાય તે ભલે, પણ પરિણમન થઈ શકે નહિ. સિદ્ધાંતબોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે અને જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જામ્યો છે, તે જે પ્રકારથી વાણ દ્વારા જણાવાય તેમ જણાવ્યું છે, એ જે બેધ તે સિદ્ધાંતબોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસભાવને પામેલી એવી બુદ્ધ, કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે, વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપ નિર્ધારી લે છે, તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા યથાવત્ વસ્તુસ્વરૂપ જાણવાને વિષે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને “ઉપશમ સાધન કહ્યા છે. અને એવા જે જે સાધને જીવને સંસારભય દઢ કરાવે છે, તે તે સાધને સંબંધી જે ઉપદેશ કહ્યો તે “ઉપદેશબોધ છે.
[ ૨૧૮ ] સંસારના સર્વ પાપે કેવળ અજ્ઞાનતાથી પ્રગટે છે. એ અજ્ઞાનતા–એ અંધકાર આત્માના અવિકાસની અવસ્થા છે. જ્યાં સુધી અજ્ઞાનતાના પાપનું દમન કરવામાં નહિ આવે, ત્યાં સુધી આત્મિક આનંદની પ્રાપ્તિ કઈ વખત નહિ જ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org