________________ ચિંતન કણિયા 315 [319 ] મહંતતાના અભિમાની એવા વાચાળ મનુષ્ય અને ઘટાટોપ વાદભ ફેલાવતો ખાલી ગર્જના કરતો એ મેઘ તે ઠામ ઠામ છે, પરંતુ જેનું હદય કેવળ ધર્મબુદ્ધિથી ભીંજાયું છે, આત્મજ્ઞાને કરી સહિત છે તથા સંસારપરિણામી આત્માઓને સંસારદુઃખથી મુક્ત કરવાની સાચી ઈચ્છા માત્ર છે, એવા ઉત્તમ મનુષ્યો અને વર્ષા કરવાવાળે મેઘએ બે જગતમાં બહુ દુર્લભ છે. [320 ] જે લોકે માત્ર શબ્દગૌરવપૂર્વક બીજાઓને બધા દેવામાં કુશલ હોય છે, પણ પિતે પિતાને એ ઉપદેશથી વિનાકારણ જ મુક્ત સમજે છે, એવા લોકોને ઉપદેશ નિરર્થક સિદ્ધ થાય છે અને તેનાથી વસ્તુતઃ કાંઈ લાભ થતું નથી. આજના. મોટા ભાગના ઉપદેશક, શિક્ષક, અધિકારીઓ અને નેતા ઓમાં આ દેષ સાંભળવામાં આવે છે, તેથી જ તેઓ પિતાના. ઉપદેશદ્વારા સુધારે કરવામાં જનતાને કુમાગથી હડાવી સન્માર્ગ પર લાવવામાં નિષ્ફળ નિવડે છે. [321] મૂખ્યત્વે કરીને ઉપદેટાના અંતરમાં સમતા રમી રહી હોય, માધ્યસ્થભાવ જાગૃત હોય, મત-મમત્વના પક્ષવલને ત્યાગ કર્યો હોય, તે જરુર મધુર વચનોથી શ્રોતાના મન ઉપર તેવી જ સારી અસર કરી શકે છે; પરંતુ જે તેના મનમાં જ કેઈ બીજી વાત વસી હોય તો ગર્ભિત કે અગર્ભિત, સીધી કે આડકતરી ટીકાઓ કરી ઉભયના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org