________________
316
જૈનતત્ત્વ વિચાર
હિતને નુકશાન કરે છે. માટે જ વક્તાએ માધ્યસ્થતા, પક્ષત્યાગ, વિનય અને વચનશુદ્ધિ રાખવાની આવશ્યકતા માની છે.
[૩રર ] તત્ત્વજ્ઞાની મહાત્માઓએ આપેલે ઉપદેશ જે વારંવાર વિચારવામાં આવે, તે જ ઉત્તમ ફળ આપે છે. જે પુરૂષ અનાદરથી ઉપદેશના અર્થને ધારે નહિ, તેને તે ઉપદેશ કાંઈ પણ ફળ આપતું નથી.
[૩ર૩] ખાનપાન, રહેઠાણ વિગેરેમાં જેમ માણસોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે, તેમ વાંચન કે જ્ઞાનના સંબંધમાં પણ માણસની રુચિ અલગ અલગ જોવામાં આવે છે.
૩ર૪] કઈ પણ વસ્તુ વાંચી અને સાંભળી એટલે જ્ઞાની બની જવાતું નથી. તે તે વસ્તુઓના સ્વરૂપને અનુભવ કરવાથી જ જ્ઞાની થવાય છે.
[ ૩૨૫ ] આત્માની વાત કરી કંઠે બેસાડવામાં આવે, પણ જ્યાં સુધી આત્માના સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રાપ્ત કરવા યથાશક્તિ માર્ગ પકડવામાં ન આવે, ત્યાં સુધી શુષ્ક જ્ઞાનીપણું છે.
[ ૩૨૬ ] મધ્યસ્થ દષ્ટિ રાખી મહાત્માઓને સત્સંગ કરતાં, તેમણે આપેલા દિવ્ય વિચારરૂપ જ્ઞાનચક્ષુથી ભગવાનને માર્ગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org