________________
320
જૈનત વિચાર છે ત્યારે કષાયાદિ આશ્રોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેનાથી જે નિવર્તતે ન હોય તેને આત્મા અને આશાના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાની સિદ્ધિ જ થઈ નથી.
[ ૩૪૦ ], સ પ્રત્યેની અરૂચિ એ અનંતાનુબંધી કષાય સમાન છે.
૩૪૧ ] અનાદિકાળના પરિભ્રમણમાં જીવને અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા અને અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું; માત્ર સત્ સુર્યું નથી અને સત્ શ્રદ્ધયું નથી. એ મળે, એ સુણે અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.
[ ૩૪૨] પરમાર્થે જીવ–પુગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હાય-થાય, ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ–પુદુંગલનું, જડ-ચેતનનું ભેદજ્ઞાન નહિ હેવાથી ઉપલક દૃષ્ટિએ જેવું દેખાય તેવું માની લે છે.
[૩૪૩ ] બે દ્રવ્યની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જડ કરતું નથી, જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે અજ્ઞાની છે, કારણ કે– એ દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું, તે શ્રી જિનને મત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org