________________
ચિંતન કણિકા
325 [ ૩૫૯ ] દેહ જેને ધર્મોપગ માટે છે, તે દેહ રાખવા જે પ્રયત્ન કરે છે તે પણ ધર્મને માટે જ છે.
અનંતવાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે, તે દેહે આત્મવિચાર પામવા ગ્ય જાણુ–સર્વ દેહાથની કલ્પના છેડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપગ, મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય હવે જોઈએ.
| [ ૩૬૧ ] સાચી મુમુક્ષુતા–સાચે મુમુક્ષુભાવ આપ્યા વગર પરવસ્તુને પરવસ્તુ તરીકે ઓળખી શકાતી નથી અને તેને ત્યાગ થઈ શકતો નથી.
[ ૩૬૨ ] એક આત્મા સિવાય-આત્માના ગુણો સિવાય જગતમાં જેટલી દશ્યમાન વસ્તુઓ છે, તે તે બધી પરવસ્તુઓ છે.
[૩૬૩ ] જગમાં છે (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાળ અને જીવ) જ દ્રવ્ય છે. તેમાં એક જીવાસ્તિકાય અર્થાત્ આત્માને જ ઓળખવાની પ્રથમ જરૂર છે. ચેતન-આત્માને ઓળખવા માટે જડના સ્વરૂપને પણ જાણવું જોઈએ, કારણ કે–એક વસ્તુથી વિરોધી વસ્તુ જાણ્યા વિના વાસ્તવિક જ્ઞાન થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org