Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 342
________________ ચિંતન કણિકા [ ૩૫૨ ] અનાદિકાળથી આપણી દૃષ્ટિ અશુભ નિમિત્તોની પ્રબળ તાને લઈને પરાધીનતા તરફ ધસી રહી છે. પર-પદાર્થોના નિમિત્તપણાને લીધે ઇષ્ટાનિષ્ટ કલ્પનાએ આપણા ઉપર સ્વારી કરીને બેસી જાય છે. તેને નાશ કરવા અને તેવા નિમિત્તોને દૂર કરી આત્મદ્રવ્યની શુદ્ધ દૃષ્ટિ વિકસાવવી, એ જ સાચા મેાક્ષમાગ છે. 323 [ ૩૫૩ ] " આત્માએ આત્માના (પેાતાના) સન્મુખ થવુ, પેાતે પેાતાને જાણવા એ જ ‘ ધર્મના ચૌવનકાળ છે. જ્યારે છેલ્લા પુદ્ગલપરાવર્તનકાળની અંદર જીવ પ્રવેશ કરે છે, ત્યારે જ પુરુષાર્થ ખરેખર વિજયી નિવડે છે, સિવાય દરેક મનુષ્યના પુરુષાર્થ સફળ થતો નથી, [ ૩૫૪ ] પુરુષા વડે શુભાશુભ કમના પરાજય કરવા માટે તત્ત્વજ્ઞાન જાણવુ જોઈએ. આત્મા અને તેના વિરાધી પદાર્થ જડભાવ–આ બન્નેનું જ્ઞાન જાણવાથી જ સ્વભાવ તરફ પુરુષાર્થ કરવા સુગમ પડે છે. [ ૩૫૫ ] મેહના વિનાશ તત્ત્વચિંતન કરવાથી થાય છે. તત્ત્વચિંતન એ જ કેસ સારસમુદ્રની નિર્ગુ ણુતા (વિચિત્રતા, નિઃસારતા, દુઃખરૂપતા) અને જગત્ તથા આ સુખ-દુઃખ શુ છે?—એ સંબંધી વિચારણા કરવી, તેમજ આત્મા અને જડ—પૌદ્ગલિક પદાર્થોનું પૃથક્કપણું વિચારવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374