________________
306
જૈનતત્ત્વ વિચાર
[ ૨૮૦ ] વૈયાવચ્ચ આદિ જેમ પદસ્થના કરવાના છે, તેમ સામાન્ય સાધુઓના પણ કરવાના છે. ભરત, બાહુબલી અને વસુદેવજી વિગેરેનાં પૂર્વભવનાં વૈયાવચ્ચ–વિશ્રામણ સેવા સાધુ માત્રના અંગે હતાં. નાના, મેટા, પદસ્થ, અપદસ્થ, કુટુંબી, અકુટુંબી વિગેરે ભેદ સિવાય વિનય–વૈયાવચ્ચે કરવા જોઈએ.
[ ૨૮૧ ] સાધુને માટે માંદાની માવજત જેમ ફરજીયાત છે, તેમ રત્નત્રય માટેની સહાય તથા પ્રવૃત્તિ પણ ફરજીયાત છે.
[૨૮૨ ] એક સાધુ અન્ય સાધુની સહાયની દરકાર ન કરે, પણ અન્ય સાધુએ તે સાધુને સહાય કરવા તત્પર રહેવું જોઈએ. સમિતિએ–ગુપ્તિએ ગુપ્ત અને આચારમાં રહેલા સદાચારી મુનિવરે જગતુપૂજ્ય છે. ચાહે તે ગ૭–સમુદાયના હોય અને તેવા જ સાધુ સાધુ તરીકે વૈયાવચાદિ સર્વમાં અપેક્ષિત છે.
[ ૨૮૩ ] અંગે પગની સુંદરતા એ જ અંગની સુંદરતાની જડ છે, એ વાતને સમજનાર મૂળ ગુણના પાલનની માફક જ 'ઉત્તર ગુણના પાલનમાં કટિબદ્ધ થાય. ઉત્તર ગુણેનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લક્ષ્યમાંથી જ જન્મે છે અથવા ઉત્તર ગુણેનું દુર્લક્ષ્ય મૂળ ગુણના દુર્લક્ષ્યમાં પરિણમે છે. અન્ય બીજા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org