________________
ચિંતન કણિકા.
305
સાધુઓને વંદન અને નમન કરનારા, પોતે કપેલા જ્ઞાનાદિ ગુણોનું અંશે આરાધના કરવા છતાં, સાધુતાના બીજા ગુણોનું વિરાધન કરનારા થઈ જાય છે.
[ ર૭૬ ] સર્વ ગુણોને આદર, એક ગુણીને અનાદર કે અવજ્ઞા થતાં નાશ પામે છે. સર્વ ગુણો અને ત્રેવીસ તીર્થકરોને માનનારે ગોશાળ એક જ ગુણી ભગવાન શ્રી મહાવીરદેવની વિરાધના કરવાથી અનંત સંસાર ઉપાર્જન કરનારે. થયો.
[૭૭] ગુણની આરાધના કબૂલ કરે, પણ ગુણવાનની આરાધનાથી વિમુખ રહે કે ગુણવાળા એકની પણ વિરાધના કરે, તે પણ તે સંસારચકમાં રખડી પડે.
[ ર૭૮]. કારણ એ જ કે–ગુણવાનોની આરાધના એટલે જ્ઞાનદર્શન–ચારિત્ર (રત્નત્રયી)ની આરાધના અને એ રત્નત્રયીરૂપ ગુણવાનની જે વિરાધના કરે, તે સંસારચક્રમાં રખડી પડે તેમાં નવાઈ નથી.
| [ ૨૭૯ ] વીસ સ્થાનકાદિ તપ શક્તિના અભાવે નહિ કરવાથી અતિચાર લાગે નહિ. આત્મજ્ઞાન પ્રાપ્ત ગુધિકની પ્રશંસા ફરજીયાત હોવાથી તે નહિ કરનારને અવશ્ય અતિચાર લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org