________________
ચિંતન કણિકા
299
પણ પાપને માટે થાય છે, તો પછી તેમને વંદના, સ્તુતિ કે સેવા કરવાથી પાપ થાય તેમાં શું કહેવું?
[ ૨૫૦ ] જે સાધુ–વેષધારી દાંભિક સારી અને પાંચમા આરાને ઉચિત-એવી સંયમક્રિયાને એટલે વ્રતના રક્ષણ કરતાં નથી, તે અહે ! મેટું આશ્ચર્ય છે. આ રાજા વિનાનું રાજ્ય જૂએ, કે જેથી તે દાંભિકો માત્ર સાધુના નામે કરીને જ આ જગતના ભવ્ય જીની વંચના કરે છે, એટલે કે–તેઓને છેતરીને અન્ન, વસ્ત્ર, પાત્ર, વ્યાદિકનું હરણ કરી લૂંટે છે.
[ ૨૫૧ ] શ્રી જિન ભગવાને કોઈ પણ અહિંસાદિક કાર્યની સર્વ પ્રકારે એકાંતપણે અમુક કાર્ય જ કરવું –એમ અનુજ્ઞા આપી નથી અથવા કઈ પણ આધાકમદિક કાર્યને એકાંતપણે નિષેધ પણ કર્યો નથી એટલે કે–અમુક સર્વથા ન જ કરવું”—એમ કહ્યું નથી. પરંતુ કાર્ય પ્રાપ્ત થયે છતે નિષેધ અથવા અનુમતિ આપેલું કાર્ય કરતી વખતે દંભરહિત થવું, એ પ્રમાણે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આગમવાણી છે.
[૨પર ] સમકિત, દેશવિરતિ કે સર્વવિરતિના ગુણ પિતાને દિન પર દિન વિશેષ લાવવા માટે સર્વ ભવ્યજીએ તે સર્વ ગુણોને ઉત્સર્ગ માર્ગ જોઈ વિચાર કરવો જોઈએ. ઉત્સર્ગ. માર્ગમાં ઘણા ભાગે પિતાના હૃદયની સ્થિતિ કેવી છે એ જ વિચાર હોય છે અને બીજા જ સમકિતવંત, દેશવિરતિવંત, સર્વવિરતિવંત કે ચારિત્રવંત છે કે નહિ, તેની પરીક્ષા તેના બાહ્ય આચરણ ઉપરથી કરવાની હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org