________________
298
જૈનતત્ત્વ વિચાર
[ ૨૪૬ ] દોષયુક્ત ઉંચી પદવી કરતાં નીચી પદવી શ્રેષ્ઠ છે, પણ દેષયુક્ત થઈ સર્વોત્કૃષ્ટ પદને મલિન કરવું એગ્ય નથી. સાધુ નામ ધરાવી-આકાર ફેર કરી એના એ જ આરંભપરિગ્રહાદિકમાં ફસાયા હોય, ત્યાગને નામે ઈઢિયાર્થ, માનાર્થ અને સંસારાર્થ સાધી રહ્યા હોય, તે એ સર્વોત્કૃષ્ટ પદને મલિન કરે છે. તેના કરતાં મયદારૂપ-આજ્ઞાના સાપેક્ષપણા યુક્ત નીચી પદવી શ્રેષ્ઠ છે.
[૨૪૭ ] શ્રી જિનશાસનને વિષે અત્યંત રાગવાળ મુનિ જે. લિંગ (વેષ)ને ત્યાગ ન કરી શકે, તો તેણે દંભરહિત સદ્ગુરૂ-સુસાધુને સેવક થઈ સંવિઝપાક્ષિક થવું યુક્ત છે.
[ ૨૪૮ ] જે વેષ છેડવાથી આત્માનું બગડી જશે તેમ લાગે અગર વેષને આગ્રહ છૂટે નહિ, તે સંવેગપક્ષ ધારણ કરીને પણ આત્મહિતની દષ્ટિ ચૂકવી નહિ અને નિઃશૂક કે અતિ પ્રમાદી થઈ સાધ્યદષ્ટિરહિતપણે અનંત સંસાર ઉપાર્જન કરવો નહિ.
[ ૨૪૯ ] જેઓ પંચ મહાવતેનું દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવને અનુસારે અતિચાર રહિત પાલન કરવામાં પિતાના અસમર્થ પણને જે કઈ પુરૂષો પ્રગટપણે જાણતાં છતાં પણ દંભમાયાને આશ્રય કરીને પોતામાં મુનિપણું કહે છે, એટલે“અમે સાધુઓ જ છીએ –એમ કહે છે, તે દંભીઓનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org