________________
284
જૈનતત્ત્વ વિચાર
[ ૧૭૯ ) વિશ્વમાં જે બધે જીવસમૂહ જૂદા જૂદા સ્વરૂપે છે, તે નામકની પ્રકૃતિથી થયેલો છે. આત્માના એસ્વભાવ નથી.
[ ૧૮૦ ]
આત્માને અજ્ઞાન અને વિષયા અંધન આપે છે. અને સમ્યગ્રજ્ઞાન મુકિત આપે છે. જ્ઞાન વિના જો કેવળ શાસ્રના અભ્યાસ કરે તો તે શાસ્ત્રના પુદ્ગલોથી મુકિત થતી નથી. [ ૧૮૧ ]
સઘળા સશાસ્ત્રો આત્માને! અનુભવ થવામાં કારણ છે અને શુદ્ધ અનુભવજ્ઞાન કાય છે.
[ ૧૮૨ ]
આ જગતમાં જીવને બંધન કરનાર વિષયા અને દુઃખે છે, જે ચાર કષાયામાંથી ઉત્પન્ન થાય છે. ધ્યાની પુરુષ તેવા વિષયાથી અને દુઃખાથી બધાતો નથી, કારણ કે તેને આત્માને વિષે જ પ્રીતિ–ટ્વીનતા છે.
[ ૧૮૩ ]
જેમ કુવાના જળની સિધ્ધિ આવકના અરણાં ઉપર રહેલી છે, તેમ કર્મોના ફળની સિધ્ધિ ઉંચા પ્રકારનાં ધ્યાનમાં રહેલી છે. એવું ધ્યાન જ પરમાર્થાંનું કારણ છે. [ ૧૮૪ ]
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય-એ ચાર ભાવનાથી પુરૂષ ધ્યાનની ચેાગ્યતાને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org