________________
250
જૈનતત્ત્વ વિચાર
[ ૩૦ ]. જ્ઞાનીએ જેટલી ધર્મક્રિયાઓ-આચરણાઓ બતાવી છે, તે સર્વ એક આત્મસ્વરૂપની પ્રાપ્તિ અર્થે જ બતાવી છે; છતાં અધિકારભેદે સાધનાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે.
[ ૩૧ ] આત્મા અમુક હેતુથી શુદધ થાય અને અમુક હેતુથી શુધ્ધ ન થાય, એ કદાગ્રહ છે. શ્રી જિનેશ્વર ભગવાને આત્માને વિશુદ્ધ થવાના અસંખ્ય માર્ગો પોતાના જ્ઞાનમાં દેખ્યાં છે–બતાવ્યાં છે, તેમાંથી તમારા દર્દીને જે દવા (ઉપાય) લાગુ પડે તે પાડે.
[૩૨] જ્ઞાનની આજ્ઞા પ્રમાણે-જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે ગમે તે ક્રિયામાં વ, તે પણ તે મોક્ષમાર્ગમાં જ છે.
૩૩ ] જ્ઞાનીની આજ્ઞાએ ચાલતા જ્ઞાની ગુરુએ ક્રિયાઓની યેગ્યતાનુસાર કેઈને એક રીતે બતાવ્યું હોય અને કોઈને બીજી રીતે બતાવ્યું હોય, તેથી મેક્ષને માર્ગ અટકતું નથી.
[૩૪]. જીવની જ્યાં સુધી એકાન્ત વ્યવહારિક દષ્ટિ હોય, ત્યાં સુધી પારમાર્થિક ખ્યાલ આવે બહુ દુષ્કર છે.
[ ૩૫ ] જ્યાં સુધી વ્યવહારને પરમાર્થ માન્ય હોય અને સાધનને સાધ્ય માન્યું હોય અથવા સાધનને સાધ્ય માની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org