________________
258
જૈનતત્વ વિચાર બંધાય ત્યારે તેને શ્રધ્ધાન થયું કહેવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકનું જે ગીરવ શાસ્ત્રોમાં બતાવ્યું છે, તે આવી શ્રધ્ધાને અવલંબે છે.
[ ૬૩ ] જ્યારે તત્ત્વાર્થ શ્રધ્ધાનરૂપ સમ્યકત્વ ઉપજે, ત્યારે તેને મોક્ષની અભિલાષા–સાચે મુમુક્ષુભાવ હોય છે. ચોથા અને ચૌદમાં ગુણસ્થાનકની શ્રદ્ધા એક જ છે. માત્ર તેમાં જ્ઞાન અને વર્તનમાં ફેર છે.
[ ૬૪ ] સર્વ કાર્યની પ્રથમ ભૂમિકા વિકટ હોય છે. સાચે મુમુક્ષુભાવ આવા દુષ્કર છે, તો અનંતકાળથી અભ્યસ્ત મુમુક્ષતા માટે તેમ હોય એમાં કાંઈ આશ્ચર્ય નથી.
[ ૬૫] સમ્યગદર્શનના શમ-સંવેગાદિ જે પાંચ લક્ષણને નિર્દેશ કરવામાં આવ્યું છે, તે પાંચેય (શમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય) લક્ષણે યદ્યપિ સમકિતવંત આત્મામાં હેવા જ જોઈએ, તથાપિ શમ-સંવેગાદિ પ્રથમના ચાર લક્ષણે કદાચ કોઈ તેવા કર્મોદયજન્ય નિરૂપાયના પ્રસંગ ગોમાં ન્યૂનપણે દૃષ્ટિગોચર થાય, તેટલા માત્રથી સમ્યગદર્શ નમાં ક્ષતિ માનવાનું સાહસ કરવું ઉચિત નથી.
શમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા–એ ચારેય લક્ષણે પૂર્ણ કટિએ કે આત્મામાં દૃષ્ટિગોચર થતાં હોય, પરંતુ “આસ્તિક” લક્ષણમાં ખામી હોય, તે શમ-સર્વેગાદિ ઉચ્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org