________________
270
જૈનતત્ત્વ વિચાર
શકતું નથી. પ્રથમ સાધનદશામાં વૈરાગ્યથી ભેદજ્ઞાનની પુષ્ટિ થાય છે અને ભેદજ્ઞાનથી સ્વ-પરને ભેદ ભાસે છે અને તેથી આત્મા સવરભાવમાં રમે છે.
[ ૧૧૦ ]
વિવેક તથા વૈરાગ્ય આદિ સાધનાથી તિણ કરેલી અને સુખ–દુઃખાક્રિક સહન કરવામાં ધીરજવાળી બુદ્ધિથી આત્માના તત્ત્વને સારી પેઠે વિચાર કરનાર પુરૂષ નિજસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
[ ૧૧૧ ]
પર્યાયષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપયાગી છે, જ્યારે દ્રવ્યદૃષ્ટિ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવાને અદ્વિતીય કારણ છે.
[ ૧૧૨ ] અધ્યાત્મશાસ્ત્ર પેાતે કેણ છે? તેનુ સ્વરૂપ શુ?, તેના વિષય-કષાયાદિ સાથે સંબંધ કેવા છે?, શા કારણથી છે?, કેટલા વખત સુધીના છે?, આત્માનું સાધ્ય શું છે ?” તે કેમ અને કયારે પ્રાપ્ત થાય ?, વિગેરે વિષયે ચર્ચે છે. અધ્યાત્મ શાસ્ત્રના ઉદ્દેશ વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાના જ છે, જેથી એની જિજ્ઞાસાવૃત્તિ સ મુમુક્ષુઓને હાવી જોઇએ.
[ ૧૧૩ ]
જે પુસ્તકા-ગ્રંથા આપણને સૌથી વિશેષ ઉત્સાહ આપે, જે આત્માને ઉન્નત થવાને સૌથી વિશેષ નિશ્ચયવાળા અનાવે તથા જેમાં પારમાર્થિક ચિંતન અને આચરણમાં જોડવાને પ્રેરક હાય, તે જ ઉત્તમ ગ્રંથ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org