________________
280
જૈનતત્ત્વ વિચાર સ્વરૂપની મુખ્યતા સહિત ક્રિયામાં જેની પ્રવૃત્તિ હોય (જેમાં આત્માની અધિકતા સિવાય બીજું કાંઈ ન હોય), તેને અધ્યાત્મ કહેવાય છે.
[ ૧૫૯ ] અધ્યાત્મરૂપી રથ શુદ્ધ જ્ઞાન અને શુભ ક્રિયારૂપી બે પૈડાથી ચાલે છે. શુદ્ધજ્ઞાન અને શુદ્ધકિયા-એ બે અંશે સિવાય અધ્યાત્મનો નિર્વાહ થઈ શકતો નથી.
[ ૧૬૦ ] - ક્રિયા ઉપર સંપૂર્ણ અભિલાષ અને અધ્યાત્મભાવનાવડે ઉજવળ એવી મનોવૃત્તિને યોગ્ય હિતકારી કાર્ય, એ બે આત્માને શુદ્ધિ કરનારા ઉપાય છે.
[ ૧૬૧], આત્મસ્વરૂપ જાણ્યા વિના અને શુભ કિયા કર્યા વિના અધ્યાત્મ-આધ્યાત્મ પિકારવાથી કાંઈ લાભ મળતું નથી, પણ ગ્યતા મુજબ શ્રી જિનેશ્વરદેવે કહેલ શ્રાદ્ધધર્મ અને યતિધર્મને અનુસરીને શુદ્ધ વ્યવહારમાર્ગમાં વર્તવાથી આત્મસ્વરૂપ પામવાને યોગ્ય બની શકાય છે. શુદ્ધ વ્યવહારદ્રારા જ નિશ્ચયમાં પહોંચી શકાય છે. તે બન્નેય અરસપરસ સંબંધયુક્ત છે.
[ ૧૬૨ ] ધ્યાન, મૌન, તપ અને અનુષ્ઠાન–એ બધું અધ્યાત્મ માર્ગની સન્મુખ હેવું જોઈએ જે એમ ન હોય તે કલ્યાણના સાધક થઈ શકાય નહિ. હંમેશાં દરેક પ્રવૃત્તિમાં લક્ષ બાંધવાની જરૂર છે. જે લક્ષને-સાચને સ્થિર કરી તદનુકૂળ પ્રવૃત્તિ કરવામાં આવે, તે જ પ્રવૃત્તિ સફળ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org