________________
278
જૈનતત્ત્વ વિચાર [ ૧૫૦ ] સાધનધર્મોમાં તકરાર કરવી, એ મૂળ મુદ્દાને ક્ષતિ કરનાર છે. સાધ્યની સ્પષ્ટતા હોય તો, જેને જે સાધન એગ્ય લાગે તે દ્વારા પોતાની મુક્તિ સાધે આ દૃષ્ટિ સહિષ્ણુભાવ, વિશાળ શાસ્ત્રજ્ઞાન અને ઉંડા રહસ્યની આલોચના વગર આવે નહિ.
[ ૧૫૧ ] જૈનદર્શનમાં અનંતજ્ઞાની પરમાત્માએ આત્માને તરવાના અનેક સાધનો બતાવ્યાં છે. તેમાંનાં જે સાધનથી સાધ્યનું સામીપ્ય થાય, સાધ્યનું દર્શન થાય અને સ્વ-અધિ કાર મુજબ સમ્યમુનિર્વહન થઈ શકે, તે સાધન સાધકને ઉપકારક છે.
[૧૫૨ ] ઉપાયો કેટલાક વિધિરૂપે તો કેટલાક નિષેધરૂપે-એમ બે પ્રકારના હોય છે, પરંતુ ઉદેશને એક બાજુ મૂકી દઈ કેવળ ઉપાય સંબંધી ઝગડા કરવાથી કાંઈ કલ્યાણ થઈ શકતું નથી.
[ ૧૫૩ ] જેઓના હદય ઉપર મેહની અસર થઈ હોય-મંદતા પામી ન હોય તેઓનું શાસ્ત્રજ્ઞાન વાદવિવાદને માટે થઈ પડે છે ? અને મોહ વિનાના વિદ્વાનોએ સંપાદન કરેલ શાસ્ત્રજ્ઞાન તેના આત્માના ઉદ્ધાર માટે થાય છે.
[ ૧૫૪ ] જ્ઞાની પુરૂએ તિથિઓની મર્યાદા આત્માથે કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org