________________
276
જૈનતત્ત્વ વિચાર
[ ૧૩૯ ] બાહ્ય સંગેના નિમિત્તે છાની વૃત્તિ જ્યાં જેવા સંગો મળે છે, ત્યાં તેવા પ્રકારની થઈ જાય છે.
[ ૧૪૦ ] વસ્તુતઃ જોઈએ તો બહિર્મુખવૃત્તિ એ જ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષને રસ હોય છે, તેથી આત્માને કર્મ પણ ચીકણા બંધાય છે.
[ ૧૪૧ ] જ્યાં સુધી સંસારમાં આસક્તિ હોય છે, ત્યાં સુધી બહિર્મુખવૃત્તિનું વિશેષ પ્રાબલ્ય હોય છે. આત્મજ્ઞાન-સમ્યગદૃષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે અને તેથી અંતર્મુખવૃત્તિની સાથે રમણતા કરે છે.
[ ૧૪ર ] જ્યાં સુધી બહિર્મુખવૃત્તિ હોય છે ત્યાં સુધી સર્વ પ્રકારની વિદ્યાનો અભ્યાસ પણ પરિભ્રમણહેતુ છે, કારણ કેતત્વને તત્ત્વસ્વરૂપે જાણ્યા સિવાય સંસારને પાર આવતો નથી
[ ૧૪૩ ] અંતર્મપ્રવૃત્તિને સાધવા માટે જે જે નિમિત્તકારણેને અવલંબવા પડે અને જે જે વ્રતો–બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અંતર્મુખવૃત્તિ કહેવાય છે.
[ ૧૪૪ ] રાગદ્વેષના પરિણામની મંદતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે આત્મરમણતા થાય અને મનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org