SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ 276 જૈનતત્ત્વ વિચાર [ ૧૩૯ ] બાહ્ય સંગેના નિમિત્તે છાની વૃત્તિ જ્યાં જેવા સંગો મળે છે, ત્યાં તેવા પ્રકારની થઈ જાય છે. [ ૧૪૦ ] વસ્તુતઃ જોઈએ તો બહિર્મુખવૃત્તિ એ જ સંસાર છે. બહિર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષને રસ હોય છે, તેથી આત્માને કર્મ પણ ચીકણા બંધાય છે. [ ૧૪૧ ] જ્યાં સુધી સંસારમાં આસક્તિ હોય છે, ત્યાં સુધી બહિર્મુખવૃત્તિનું વિશેષ પ્રાબલ્ય હોય છે. આત્મજ્ઞાન-સમ્યગદૃષ્ટિની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે અને તેથી અંતર્મુખવૃત્તિની સાથે રમણતા કરે છે. [ ૧૪ર ] જ્યાં સુધી બહિર્મુખવૃત્તિ હોય છે ત્યાં સુધી સર્વ પ્રકારની વિદ્યાનો અભ્યાસ પણ પરિભ્રમણહેતુ છે, કારણ કેતત્વને તત્ત્વસ્વરૂપે જાણ્યા સિવાય સંસારને પાર આવતો નથી [ ૧૪૩ ] અંતર્મપ્રવૃત્તિને સાધવા માટે જે જે નિમિત્તકારણેને અવલંબવા પડે અને જે જે વ્રતો–બાહ્ય ક્રિયાઓ કરવી પડે, તેને વ્યવહારથી અંતર્મુખવૃત્તિ કહેવાય છે. [ ૧૪૪ ] રાગદ્વેષના પરિણામની મંદતા અને આત્મામાં મનની સ્થિરતાવડે જે જે અંશે આત્મરમણતા થાય અને મનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy