________________
ચિંતન કણિકા
277
અમુક સાધન વડે એકાગ્રતા થાય, તેને અંતર્મુખવૃત્તિ કહેવાય છે. આત્માભિમુખવૃત્તિને અંતમુખવૃત્તિ કહેવામાં આવે છે.
[ ૧૪૫ ] સંયમના બાહ્ય હેતુઓનું અવલંબન પણ અંતમું પ્રવૃત્તિ માટે જ છે. પ્રભુપૂજા-ભક્તિ, ગુરૂનું અવલંબન, પ્રતિક્રમણ, પ્રતિલેખના, તીર્થયાત્રા વિગેરે મુખ્ય ઉદ્દેશ અંતર્મુખવૃત્તિ પ્રાપ્ત કરવાનું છે. ધાર્મિક ક્રિયાના રહસ્યને અવબેધ્યા વિના અંતર્મુખવૃત્તિને પ્રયત્ન સિદ્ધ થતો નથી.
[ ૧૪૬ ] સાધુઓને અગર શ્રાવકોને સદા અંતર્મુખવૃત્તિ રહેવી દુર્લભ છે, કિન્તુ સતત અભ્યાસબળથી અંતર્મુખવૃત્તિને અમુક કાળાદેન પ્રાપ્ત કરી શકાય છે. ધિય ગુણને ખીલવ્યા વિના અંતર્મુખવૃત્તિના સાધક બની શકાતું નથી.
૧૪૭ ] શાસ્ત્રોનું વાંચન અને મનન જેમ જેમ વિશેષ કરવામાં આવે, તેમ તેમ અંતમુખવૃત્તિ વિશેષ પ્રકારે ખીલતી જાય છે.
[ ૧૪૮ ] બહિર્મુખવૃત્તિથી બાહ્ય સાધનોમાં પડેલા ભેદની લડા. ઈઓ અને તેનાં વિવાદોમાં જેઓ સમય વ્યતીત કરે છે. તેઓ અંતર્મુખવૃત્તિને સ્પર્શ પણ કરી શકતા નથી.
[ ૧૪૯ ] ગચ્છાદિ ભેદને નિર્વહવા–નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવા, તે આત્માને આવરણ કરવા બરાબર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org